________________
• શેયને વળગવા જતું જ્ઞાન અજ્ઞાન છે. જ્ઞાનમાં રહેતું જ્ઞાન એ વિજ્ઞાન છે.
• જેમાં કિંચિત્ માત્ર અહંકાર ન હોય, તે સહજ વાણી છે.
.
છ
પુદ્ગલની નહિ પરંતુ સ્વભાવની રક્ષા કરે તે જ્ઞાની.
મતિનું હોવાપણું ગતિ સૂચક છે કે જેવી મતિ તેવી ગતિ.
આશ્રિતતા છે તેથી આશ્રમની વ્યવસ્થા છે. જ્ઞાનીઓને આશ્રમનો પણ શ્રમ હોતો નથી.
• ગતિ છે તેથી ગત્યાનુસારી મતિ ઊભી થાય છે. દીવો ઉજાસ પાથરે. દીવો કાંઈ વસ્તુ લે મૂક કરે નહિ. જ્ઞાનનું પણું એવું જ છે. પ્રકાશ પાથરે પણ કાંઈ કરે નહિ. અ) અજ્ઞાનદશામાં કર્મોને વિપાકોદયથી ભોગવવા પડે તે સંસારમાર્ગ છે.
.
બ) જ્ઞાનદશામાં રહીને કર્મો પ્રદેશોદયથી ભોગવાઈ જઈ સુરસુરિયાં થઈ ખરી પડે તે મોક્ષમાર્ગ છે.
પરિણમન સમજણ અને શ્રદ્ધાને આધારે છે.
૨૯ દર્શન-જ્ઞાન-ચારિત્ર