________________
.
.
૭
.
ગુણોના સમ્યગ્ પરિણમનથી
જ્ઞાનકળા આત્મકળા બને છે.
ગુણોના વિપરીત પરિણમનથી કોઈપણ કળા અજ્ઞાનકળા બને છે.
દૃષ્ટિ દૃષ્ટામાં સમાય તો કેવળજ્ઞાન. દૃષ્ટિ દૃશ્યમાં સમાય તો સંસાર.
જેમાં શ્રદ્ધા હશે અને જેવી શ્રદ્ધા હશે તેમાં તેવું પરિણમન થશે.
• પરિણમન શ્રદ્ધાનુસારી છે.
મૂળમાં હું નિષ્કલંક છું પણ કર્મના ઉદયથી કલંકિત છું. તેલધારાવત્ ધારાબદ્ધ જ્ઞાનપ્રવાહ વહે તો શાયક જ્ઞાનમાં ઝળકે.
અંતઃકરણની સાથે જ્ઞેય જ્ઞાતા સંબંધ સ્થપાય તો આત્મા જ્ઞાની બની જાય.
• આત્મા અંતઃકરણ સ્વરૂપ નથી. એ તો અંતઃકરણનો માત્ર જ્ઞાતાદૃષ્ટા છે.
• અજ્ઞાન એટલે જૂનું નીકળે તો ખરું પણ સાથે નવું ભરાતું પણ રહે.
નિજાનંદનો નિષ્કર્ષ ૨૬