________________
ઈ
બુદ્ધિ અને ઈન્દ્રિયો જો બહીર્લક્ષી બને તો અજ્ઞા કહેવાય. બુદ્ધિ જ્યારે અંતરલક્ષી બને તો પ્રજ્ઞા કહેવાય.
કેવલજ્ઞાન ઉપેય છે.
• જ્ઞાની મોક્ષદાતા છે.
• પ્રજ્ઞા વિભાગ ચાલુ થતાં વિજ્ઞાનધન આત્મા ખૂલવા માંડે છે.
• શુદ્ધ જ્ઞાન એ જ આત્માનો આધાર છે.
• માત્ર બુદ્ધિથી જીવાતું જીવન એટલે ધવલશેઠ અને મમ્મણશેઠ જેવું જીવન.
• માત્ર બુદ્ધિથી જીવનારો સંસારગામી છે. હૃદયથી જીવનારો મોક્ષગામી છે.
• ચારિત્ર એટલે ચૈતન્ય ઉપયોગમાં સ્થિરતા.
અરૂપી દ્રવ્યનું ગુણકાર્ય સતત, સરળ અને સહજાસહજ હોય છે.
• જૈનત્વ એ ભીતરમાંથી ઉભરનારું તત્ત્વ
છે.
૨૩ દર્શન-જ્ઞાન-ચારિત્ર