________________
.
જ્ઞાનીને સારા કે ખરાબ બધા જ નિમિત્તો ઉપકારી લાગે છે કારણકે એના દ્વારા અંદરનો માલ ખાલી થતાં હળવો થાય
છે.
• ‘‘કર વિચાર તો પામ !’' આ સૂત્રનો મર્મ એ છે કે એક માત્ર આત્મા જ પામવા જેવો છે, તેથી એક માત્ર આત્માના જ વિચાર કરવા જેવાં છે અને તે વિચાર જ્ઞાનીપુરુષની આજ્ઞાનુસારના હોવા જોઈએ.
સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન એ જાગરણના અંશો છે અને સભ્યશ્ચારિત્ર એ આચરણનો અંશ છે. જાગરણ આચરણમાં આવતાં અધ્યાત્મ બને છે. અધ્યાત્મની માંગ જ જાગરણપૂર્વકના આચરણની છે.
• અઢારમું મિથ્યાત્વનું પાપ પુદ્દગલમાં આસક્તિ અને અભેદ કરાવે છે. પુદ્ગલને પોતાનું મનાવે છે એ મિથ્યાત્વ જો સમ્યકત્વમાં પરિવર્તન પામે તો બધાંય બાકીના સત્તરે પાપો ઉપર નિયંત્રણ આવે અને તેનો નિકાલ થતાં નિષ્પાપ
થવાય.
અજ્ઞાની નાટક કરે છે તેથી તેના સંસારનો
અંત નથી આવતો.
૧૩ દર્શન-જ્ઞાન-ચારિત્ર