________________
•
જ્ઞાની નાટક જુએ છે તેથી તેના સંસારનો અંત 'THE END' આવે છે.
પૂર્ણજ્ઞાનમાંથી પૂર્ણ આનંદ આવે. અપૂર્ણજ્ઞાનમાંથી અપૂર્ણ આનંદ આવે.
• અજ્ઞાનીને રાગમાં સુખ દેખાય છે. જ્ઞાનીને રાગમાં દુઃખ દેખાય છે.
• ગુરુગમ વિના દ્રવ્યદૃષ્ટિ સમજાય નહિ અને દ્રવ્યદૃષ્ટિ વિના સમ્યગ્દર્શન આવે નહિ.
.
બુધ્ધિ એ જ્ઞાનનો ક્ષયોપશમ છે. વૈરાગ્ય એ મોહનીયનો ક્ષયોપશમ છે.
• જ્ઞાન જ્ઞાનમાં ઠરે તે જ્ઞાનનો સાર જે જ્ઞાનાનંદ છે.
• જ્યાં સુધી દષ્ટિ નિમિત્ત તરફ રહેશે ત્યાં સુધી ઉપાદાન તૈયાર થાય નહિ.
• જ્ઞાન સંપૂર્ણ પણે જ્ઞાનમાં સમાઈ જાય અને બહાર નીકળે નહિ તે કેવળજ્ઞાન છે.
• માત્ર જાણકારી એ અધ્યાત્મનો વિષય નથી, પણ જે અનુભવ છે, તે અંતિમ પ્રમાણ છે.
નિજાનંદનો નિષ્કર્ષ ૧૪