________________
.
પરપદાર્થમાં પોતે જ જાતે દુઃખની અનુભૂતિ કરીશું તો જ જ્ઞાન સમ્યગ્ થશે અને પરથી છૂટી સ્વમાં ઠરાશે.
ઉપયોગ જો ઉપયોગને જોતાં શીખે
તો બાહ્ય અત્યંતર પર બધું ય અલોપ થઈ જાય એમ છે.
• જ્ઞાન વિષયાકારે એટલે કે શેયાકારે પરિણમે છે તે જ સંસાર છે.
• શ્રવણ, મનન અને ચિંતનના મંથનમાંથી નિદિધ્યાસનનું માખણ મળે.
• જ્ઞાન અને આનંદ એક સિક્કાની બે બાજુ છે.
• વાંચન કરતાં વેદનનો અનુભવ સારો, સાચો અને સ્થાયી હોય છે.
• વિકલ્પો ઊભા થાય એ જ્ઞાનદશાની ખામી સૂચવે છે. • જ્ઞાન એ જ્ઞાનરસથી મહાન છે અને નહિ કે જ્ઞાનશક્તિથી! • શેયને જાણવા જતું જ્ઞાન જ્ઞાયકથી છૂટું પડે છે. વિવેક એ દર્શનનો વિષય છે જ્યારે આચરણ એ ચારિત્રનો વિષય છે.
૧૭ દર્શન-જ્ઞાન-ચારિત્ર