________________
• અજ્ઞાની બધું કર્યા કરે જ્યારે જ્ઞાનીને બધું થયા કરે ! પુદ્ગલભાવોમાંથી જેનું કર્તૃત્વ નીકળી ગયું છે તેનું માનસ જ્ઞાનસિદ્ધિનું છે.
•
• કેવળજ્ઞાનીને સ્વક્ષેત્રે વેદન છે તો પરક્ષેત્રે પ્રકાશન છે.
0
.
વર્ણન અને વેદન એકસાથે યુગપદ્ નહિ
હોય.
શેયો અનંત છે માટે જ્ઞાન અનંત છે. દશ્યો અનંત છે માટે દર્શન અનંત છે.
અ) મનની આક્રમકતા એ રૌદ્રધ્યાન છે જ્યારે મનની અસ્થિરતા એ આર્તધ્યાન છે.
બ) મનની સ્થિરતા એ ધર્મધ્યાન છે જ્યારે મનની અમનતા એ શુકલધ્યાન છે.
જ્ઞાની તત્ત્વનું યથાર્થ પ્રતિપાદન કરે પણ એ માટે આગ્રહી ન બને.
અસીમ તત્ત્વને સમજવા બુદ્ધિ સીમિત છે.
• ભાવપ્રાણથી જીવે તે આત્મા જ્યારે દ્રવ્યપ્રાણથી જીવે
તે જીવ.
નિજાનંદનો નિષ્કર્ષ ૧૮