________________
.
• માત્ર જાણકારી એ કાંઇ અધ્યાત્મ નથી. અધ્યાત્મનો વિષય તો અનુભૂતિ છે અને તે અંતિમ પ્રમાણ છે. • દર્શન મોહનીયના ક્ષયોપશમથી નમ્રતા, સરળતા પ્રગટે છે. ચારિત્ર મોહનીયના ક્ષયોપશમથી સંકલ્પબળ પ્રગટે છે.
યોગ્ય આત્માની ઉપેક્ષા કરાય નહિ અને અયોગ્યને ધર્મ પમાડવાની
ઉતાવળ કરાય નહિ; એવો વિવેક મહાત્માઓએ રાખવો જોઈએ.
અને
ત્રણેય યોગની સ્થિરતા ચારિત્રની શ્રેષ્ઠતા છે.
• સમજ્યા તે સમાયા. સમજણ આવવાથી જણવાનું શમી ગયું. આત્મામાંથી નીકળેલું આત્મજ્ઞાન આત્મામાં સમાઈ જવું જોઈએ.
વેદન ત્યાં વિકલ્પ નહિ અને વિકલ્પ ત્યાં વેદન નહિ. જીભને આસ્વાદન અનુભવન સમયે ઉચ્ચરણ નથી હોતું.
નિરપેક્ષ તત્ત્વને પકડવા નિરપેક્ષ ભાવ તરફ ઉપયોગ જવો જોઈએ.
૧૧ દર્શન-જ્ઞાન-ચારિત્ર