________________
એજ પ્રમાણે સમ્યગ્દર્શનની પૂર્વમાં અને પશ્ચાતમાં જ્ઞાન હોય છે. સમ્યગ્દર્શન પૂર્વેનું જ્ઞાન સમ્યગ્નાન લાવનાર હોય છે અને સમ્યગ્દર્શનની પશ્ચાતનું જ્ઞાન કેવળજ્ઞાન લાવનાર હોય છે.
કષાયોની હાનિ થતાં સમતા અનુભવાય છે પરંતુ નૈૠયિક સમ્યગ્દર્શન પ્રધાનપણે જ્ઞાનીનો વિષય હોવાથી અને
વ્યવહારમાં તે દેખાવું-જણાવું
મુશ્કેલ હોવાથી નૈશ્ચયિક સમ્યગ્દર્શન પામવા માટે જ્ઞાની સમતા ઉપર વધુ ભાર આપે છે.
• શ્રદ્ધા વગરની બુદ્ધિ વેશ્યા છે અને બુદ્ધિ વગરની શ્રદ્ધા વધ્યા છે. બુદ્ધિ એ ચમાર કન્યા છે, શ્રદ્ધા એ રાજરાણી છે. • જ્ઞાન વસ્તુસ્વરૂપનો નિર્ણય કરી આપે. પછી તો શ્રદ્ધા થવી જોઇએ-નિશ્ચય થવો જોઈએ કે વસ્તુસ્વરૂપ આ જ છે. બીજું નથી.
સત્તાએ ‘‘હું પરમાત્મ સ્વરૂપ જ છું !'' એવી દૃઢ શ્રદ્ધા થશે તો જ એ શ્રદ્ધાના બળે અંતર્ગત પ્રરછન્નપણે રહેલ પરમાત્મસ્વરૂપનો પર્યાયમાં પ્રગટીકરણનો પુરુષાર્થ કરી શકાશે.
નિજાનંદનો નિષ્કર્ષ ૧૦