Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
૨૨
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ દેખાય છે. સદાકાળ સર્વત્ર જિનશાસન યે પામો.
... આ બાજુ ભૃગુકચ્છમાં ક્ષુલ્લક ભાણેજ આહારગૃદ્ધિથી બૌદ્ધ ભિક્ષુક થયો. વિદ્યાના પ્રભાવે તેનાં પાત્રો ઉપાસકોને ઘેર આકાશમાર્ગે જાય છે. અને ભરાઈને પાછા આવે છે. તે અતિશયને દેખી ઘણાં લોકો તેની તરફ વળ્યા. બુદ્ધ શાસનને મુકી અન્ય ક્યાં આવો અતિશય છે.” એમ કહેવા લાગ્યા અને સંઘ તિરસ્કાર પામવા લાગ્યો. તેથી સંઘે સૂરિને જણાવ્યું કે અહીં આવા પ્રકારની પ્રવચન લઘુતા થઈ રહી છે. તેથી સૂરિ આવ્યા. સર્વ વૃત્તાંત કહ્યો. બૌદ્ધ ભિક્ષુકોના પાત્રોની આગળ ધોળાવસ્ત્રથી ઢંકાયેલ પાત્ર આવે છે. અને જાય છે. બૌદ્ધ ઉપાસકોએ ભરેલા પાત્રા જેટલામાં આકાશમાં ઉડે છે તેટલામાં સૂરિએ વચ્ચે શિલા વિદુર્વી તેની સાથે અથડાતા સર્વ પાત્રો ભંગાઈ ગયા. ક્ષુલ્લક પણ આ સાંભળી જરૂર મારા ગુરુ આવ્યા લાગે છે. માટે ભયથી ભાગ્યો. શ્રી આર્યખપૂટસૂરિ પણ બુદ્ધ વિહારમાં ગયા. ત્યારે ભિક્ષુઓ બોલ્યા. આવો વંદન કરો. ત્યારે આચાર્યે કહ્યું હે પુત્ર ! આવ હે શુદ્ધોદની પુત્રો ! હે બુદ્ધો ! મને વંદન કરો ત્યારે બુદ્ધ પ્રતિમા ઉડીને સૂરિનાં પગમાં પડી. તે બૌદ્ધ વિહારના દ્વાર ઉપર સૂપ હતો. તેને પણ કહ્યું કે મને વંદન કરો ત્યારે તે પણ પગમાં પડ્યો. નીચે નમીને ઉભો રહે ત્યારે તે પ્રમાણે સ્થિર થયો. તેથી ‘નિયંઠોગામિત એવું નામ પ્રસિદ્ધ થયું. આશ્ચર્યથી ખીલેલાં નયનવાળા લોકો પણ જિનશાસનનાં રાગી બની બોલવા લાગ્યા કે – ભો ! જિનધર્મનું અતિશય સ્વરુપવાળું આશ્ચર્ય તો દેખો કે જેથી અજંગમ દેવો પણ (પ્રતિષ્ઠિત મૂર્તિરૂપ દેવો) અહા ! સૂરિના પગે પડે છે. જેમનાં શાસનને ભક્તિસમૂહથી નમેલાં મસ્તકવાળા દેવો પણ વાંદે છે. તે શ્રી વીર પ્રભુ જય પામો ! ઘણું કહેવાથી શું ? જો સઘળી સંપત્તિની ઈચ્છા હોય તો જિનેશ્વરે કહેલાં ધર્મપર હંમેશને માટે આદર કરો,
આર્ય ખપૂટાચાર્યની કથા પૂરી” તેથી આ પ્રમાણે જે શાસનની પ્રભાવના કરે છે. તેનું સમકિત શોભાયમાન બને છે. એમ અન્ય દષ્ટાંતો પણ સમજી લેવાં.
બીજું ભૂષણ કહ્યું હવે ત્રીજું ભૂષણ કહે છે.
“તિર્થી નિસેવા’ -- જેના વડે પ્રાણીઓ સંસાર સાગર તરે તે તીર્થ કહેવાય. તે દ્રવ્ય અને ભાવ ભેદથી બે પ્રકારે છે. તેમાં દ્રવ્યથી સંસારસમુદ્ર તરાતો હોવાથી જિનેશ્વરની જન્મભૂમિ વિ. દ્રવ્યતીર્થ કહેવાય છે. કારણકે ત્યાં ના પરમાણુસ્વરુપદ્રવ્યો ભવથી ઉગારવા માટે પ્રેરણાદાયક બને છે. તેની સેવા