Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
૪૩
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ચક્કર ખાઈને નીચે પડી રાજાએ પવન નાંખીને આશ્વાસન આપી ખેદનું કારણ પૂછયું, તોણે કહ્યું કે હે નાથ ! જે નાગકમાર દેવ મારું સાન્નિધ્ય કરતો હતો. તે તમે સૂર્યોદય સુધી પકડી રાખતા જતો રહ્યો. હવે આરામશોભા ત્યાંજ રહી, સવારે બીજીને રાજાએ બંધાવી, અને હાથમાં ચાબુક લઈ મારવા જાય છે તેટલામાં આરામશોભા રાજાને પગે પડી વિનંતિ કરવા લાગી,
હે રાજન! જો મારા ઉપર પ્રસન્ન હો તો મારી બેનને છોડી મુકો, મારા ઉપર કરુણા લાવી પૂર્વની જેમ તેને જુઓ, રાજા આવી જાતનાં દુષ્કૃત્ય કરનારી આ પાપિણીને આમ છોડી દેવી યુક્ત નથી, છતાં તારા વચન ઓલંઘતો નથી, છોડાવીને બેનની બુદ્ધિએ આરામશોભાએ પોતાની પાસે રાખી આજ સજજન અને દુર્જનમાં ભેદ છે. રાજપુરુષોને બોલાવી રાજાએ આદેશ કર્યો કે બ્રાહ્મણના બાર ગામ લઈ લો અને તેની પત્નીના નાક, કાન કાપી દેશવટો આપો. આ સાંભળ્યું ત્યારે ફરી પગમાં પડી આરામશોભાએ વિનંતિ કરી કુતરો જો આપણને ખાય તો શું તેને જ વળી આપણે ખવાય ? એટલે આપણને કરડે તો સામે કરડવાનું ન હોય. એમ જાણી મારા પિતાને વિસર્જન કરો છો, જે કરવાથી મારા મનમાં ઘણી પીડા થશે. તેથી મારા માબાપને દડ કરવાનું મુલતવી રાખો. તારા મનને પીડા થાય તે મોટું કાર્ય છોડી દીધુ, બસ હવે તને સંતોષ!
- હવે તે બેઓનો વિષયસુખ અનુભવતા કાળ વીતે છે. એક વખત રાજા રાણીને ધર્મ વિચાર કરતા સંલાપ થયો, દેવી બોલી - હે નાથ! હું પહેલા દુઃખી હતી અને પાછળ સર્વ સુખને ભોગવનારી થઈ તે કયા કર્મને કારણે થયુ તે કોઈ દિવ્યજ્ઞાની આવે તો પૂછીએ, જો એમ હોય તો હું બધા ઉદ્યાન પાલકોને કહી દઉં છું કે “જો કોઈ જ્ઞાની મહાત્મા પધારે તો મને જાણ કરે.”
એટલામાં એક વખત વિકસિત મુખવાળા ઉઘાનપાલકે ધરતીએ મસ્તક લગાડી નિવેદન કર્યું કે ચંદનવન ઉઘાનમાં દિવ્યજ્ઞાનધારી દેવ, મનુષ્ય અને વિદ્યાધરોથી વંદાયેલા, પાંચસો સાધુઓ સાથે વીરચંદ્રસૂરિ પધાર્યા છે. તે સાંભળી હર્ષઘેલા બની રાજા-રાણી વંદન માટે ગયા.
સઘળાય જીવજંતુઓને સુખકારી એવા જિનધર્મનો ઉપદેશ આપતા, અનેક પ્રકારની પર્ષદા સભા મધ્યે બિરાજમાન સૂરીશ્વરને જોયા. આચાર્યશ્રીના ચરણ કમળમાં નમસ્કાર કરી યોગ્ય સ્થાને બેઠા. સૂરિએ ધર્મદેશના આપી. અપરંપાર આ સંસારમાં રખડતા જીવોને કર્મ વિવર દ્વારા મનુષ્યપણું પ્રાપ્ત થાય છે, તેમાં વળી સારી રીતે કરેલા ધર્મથી વિવિધ સુખો મળે છે. જાતિ, કુલ,