Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
૨૨૨
નમૂળ શુદ્ધિ ભાવાનુવાદ | માંક - ધનુષની દોરીથી ફેંકાતા તીણ બાણોના સમૂહથી ગગન ઢંકાઈ રહ્યું છે. ક્યાંક - ખણખણ અવાજ કરતા ટકરાઈ રહેલા શસ્ત્રોમાંથી આગવાલા ઉઠી
રહી છે. ક્યાંક - ખાલી આસનવાળા હાથી ઘોડા અને રથોનો સમૂહ ભમી રહ્યો છે. ક્યાંક – સુભટોથી સંતોષ પામેલાં દેવોનો સમૂહ પુષ્પોને ફેંકતા (દેખાય છે) ક્યાંક - ભયાનક વિવિધરૂપો કરી ભૂત પ્રેતો કિલકિલ અવાજ કરી રહ્યા છે.
હાથથી ભયંકર કાતર ચલાવનારી રાક્ષસીથી ભીષણ આવા ભયંકર યુધ્ધમાં દેવધરે મહાવતને કહ્યું નરકેશરીના હાથી પાસે હાથી લઈ જા, ત્યારે જેવો આદેશ” એમ કહી વિજ્ઞાન દ્વારા પોતાના હાથીના દત્તાશૂલ સાથે શત્રુહાથીના દારૃલને સ્પર્શ કરાવા લાગ્યો, ત્યારે ઉછલીને દેવધર નરકેશરીના હાથી ઉપર ચડી ગયો અને કહેવા લાગ્યો, હે રાજન! આ હું કિરાત તારી પાસે આવ્યો ચલ ઉભો થા. હથિયાર હાથમાં લે વાણીયાની શક્તિ જો! નીચ છે, એમ માની શસ્ત્ર લેવાની રુચિ ન હોવા છતાં નરકેશરી રાજાએ તલવાર લીધી આમપંથી રાજા પ્રહાર કરે છે. તેટલામાં શ્રેષ્ઠ પરાક્રમવાળો કુમાર છટકી જઈને રાજાને બાંધી નાખે છે.
આ બાજુ કુમારના મંત્રીઓએ વાયુસમાન વેગવાળા ઉત્તમજાતિના અશ્વને મોકલીને શત્રુ સૈન્યનું આગમન જણાવ્યું. રાજા પાગ પ્રધાન સૈન્ય સાથે જલ્દી જલ્દી ત્યાં આવ્યો. કુમારે ભામંડલ રાજાને નરકેશરી સોંપ્યો. રાજાએ હર્ષથી કુમારને ભેટી નકેશરીના બંધનો છોડાવ્યાં અને સન્માન કરીને કહ્યું કે કુમારના સેવક થઈ રાજ્યને ભોગવો. નરકેશરીએ પણ મિત્રશ્રી નામની પોતાની પુત્રી કુમારને આપી, અભિમાનરૂપી ધનના લીધે રાજ્ય છોડી સુગુરુ પાસે દીક્ષા લીધી. રાજા અને કુમાર પાગ નકેશરીના પુત્રને રાજ્ય ઉપર સ્થાપી પોતાના નગરમાં ગયા.
દેવધરને મહા સામ્રાજ્યની પ્રાપ્તિ
અવસર જાણી રાજાએ પોતાના પુત્રને કહ્યું જો તમને ઠીક લાગે તો તમારા બનેવીને રાજ્ય ઉપર સ્થાપં; પુત્રોએ હાં કહી ત્યારે શુભ દિવસે બન્ને રાજ્ય વિષે કુમારનો અભિષેક કર્યો. રાજા પોતે દીક્ષા લઈ આત્મકાર્ય સાધવામાં લીન બની ગયો.