Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
૨૪૨
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
અને હજમ થઈ ગયું; જેમ તપેલા તવા ઉપર જલબિંદુ. વર્ષાકાલ પુરો થતાં સાર્થ ઈચ્છિત નગરે પહોંચ્યો.
રાજાનું સન્માન કર્યુ. પોતાનો માલ વેંચી ધાર્યા કરતાં વધારે લાભ મેળવ્યો. બીજો માલ લઈ પોતાને ઘેર હેમ ખેમ પાછો આવ્યો. લીલાપૂર્વક પોતાનાં મનોરથોને પ્રાપ્ત કરવામાં તત્પર વિષયસુખોને અનુભવતો તેનો કાલ સુખપૂર્વક જાય છે. એ પ્રમાણે અનુક્રમે આયુષ્ય પૂરું થયે છેતે દેહનો ત્યાગ કરીને દાનનાં પ્રભાવે યુગલિક થયો.
ઉત્તરકુરૂમાં મનોહર રૂપવાળો, બત્રીસ લક્ષણથી યુકત, સમાન રૂપ અને યૌવનવાળી શ્રેષ્ઠ સ્ત્રીઓથી યુક્ત, કલ્પતરુથી પ્રાપ્ત થયેલા મનને ઈષ્ટ એવાં વિષયસુખ સંગમમાં એક તાન બનેલો ત્રણ પલ્યોપમ આયુ: ભોગવી સૌધર્મ નામના શ્રેષ્ઠ વિમાનમાં, સુંદર શરીરવાળો. પગ સુધી લટકતી માળાવાળો, ત્રણ પલ્યોપમની સ્થિતિવાળો દેવ થયો. સૌધર્મથી ચ્યવી મહાબલ થયો. આ પ્રમાણે ઋષભ સ્વામીનું ચરિત્ર દેવ અને મનુષ્યો વડે વંદાયા છે ચરણ કમલ જેનાં એવા અને કર્મને ખપાવીને મોક્ષને પામો ત્યાં સુધી કહેવું. ઘીના દાન થી ધનસાર્થવાહ તેરમાં ભવે તીર્થંકર થયા. માટે સ્વશક્તિથી દાન આપવું જોઈએ. શેષભવો શ્રેયાંસ કથામાં કહીશું.
ધનસાર્થવાહ કથા સમાપ્ત’
ગ્રામચિતકનું દૃષ્ટાન્ત
જંબુદ્દીપનાં વિદેહમાં એકને ગામનો ચિંતક તરીકે નીમ્યો. એક દિવસ રાજાની આજ્ઞાથી ભાત પાણી લઈ ઘર યોગ્ય લાકડા લેવાં પાંચશો ગાડા લઈ મોટા વનમાં ગયો. આ બાજુ સાર્થથી ભ્રષ્ટ થયેલાં ભૂખતરસથી પીડાયેલા શરીરવાળા સાધુઓ આમ તેમ ભમતાં તે ગાડાના ચીàથી તેજ ભાગમાં આવ્યા. સંભ્રમથી તેમની પાસે ગયો. ભાવપૂર્વક વાંઘા તેમાં શરદઋતુનો સમય જેમ ધૂળ વગરનો હોય. મોટો રાજા વેગ વગરનો હોય; આપત્તિથી ભંગાયેલો માણસ જેમ આનંદ વગરનો હોય, ઘરડો માણસ દાંત વગરનો હોય, સુવૈધ જેમ રોગમાં રત હોય, તેમ રાગ વગરના, ચંદ્ર જેમ હરણવાળો હોય, ક્રોધી ગર્વવાળો હોય, જૈન સિદ્ધાંત જેમ સુંદર આશયવાળો હોય, દારુ પીધેલ જેમ નશાવાળો હોય તેમ જ્ઞાનવાલા સૂરીને જોયા.