Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૨૫૩ ત્યારે સંવેગ પામેલી મેં ગુરુને કહ્યું જેટલો ધર્મ કરવા હું સમર્થ હોવું તેટલો ધર્મ આપો. ત્યારે ગુરુએ આનુવ્રત વિ. ગૃહસ્થ ધર્મ મને આપ્યો, ત્યારે ગુરુચરણ કમલને વાંદી ઘેર જઈ આત્મસંતુષ્ટ બનેલી હું તો ધર્મ યથાશક્તિ પાળવા લાગી.
ત્યાર પછી છઠ અઠમ વિ. નાના પ્રકાર તપમાં મસ્ત બનેલી મેં ઘણો કાલ પસાર કર્યો. પછી અનશન લીધું તેમાં રહેલી મેં એક દિવસે મારી આગળ એક દેવને જોયો.
હારથી શોભતા વક્ષસ્થલવાળા, રત્નના વિશાલ મુકુટથી શોભતા મસ્તકવાળા, પોતાના શરીરની કાંતિના ફેલાતા કિરણોથી દિશાભાગોને ઉદ્યોતિત કરનાર, ધૂળ વગરના, શ્રેષ્ઠ ઘેઘુરીવાળા દેવદૂષ્ય વસ્ત્રને ધારનાર, અત્યભૂત રૂપવાળા દેવને જોયો. જે મધુર શબ્દોથી એ પ્રમાણે બોલી રહ્યો હતો કે હે નિર્નામિકા ! સ્નિગ્ધ દ્રષ્ટિથી મને જો નિશ્ચલ મને આ પ્રમાણે નિયાણું કર કે “જો આ લાંબા ગાળાથી આચરેલ તપનું જે કાંઈ ફળ હોય તો ચોક્કસ હું આવતા ભવમાં આની પત્ની થાઉં' જેનાથી તું મારી સાથે દેવલોકમાં ભોગો ભોગવીશ. એમ કહી દેવ અદશ્ય થઈ ગયો. તેનાં દર્શન પ્રત્યયથી ભાવિત બનેલી મેં તેણે કહ્યું તેમ સર્વ કર્યું. નમસ્કાર ગણતી મરીને ઈશાન કલ્પમાં તેજ લલિતાંગ દેવની રાણી થઈ.
ત્યારપછી અવધિજ્ઞાનથી દેવપણાનું કારણ જાણી લલિતાંગ દેવ સાથે યુગંધર સૂરીને વાંદવા ગઈ. ત્યારે પ્રકૃતિથી સુંદર તે જે અંબરતિલક પર્વતના એક દેશમાં રહેલાં મનોરમ્ય ઉદ્યાનમાં અશોકવૃક્ષ નીચે બિરાજમાન સૂરીને નિહાળ્યા. અને ભાવપૂર્વક વાંધા. પછી પોતાનું વૃતાંત કહી મધુર સ્વરવાળા ગાંધર્વ ગીત યુક્ત શ્રેષ્ઠ અપ્સરાના નાટકના વ્યાપારથી પૂજીને સ્વસ્થાને ગયા. ત્યાં ઘાણા કાલ સુધી ભોગો ભોગવી મારો પ્રિયતમ અવી ગયો. ત્યારપછી હું પણ અવી અહીં ઉપજી દિવ્ય ઉદ્યોતના દર્શનથી જાતિસ્મરણ પામી. અને તેનાં વિના બીજા સાથે બોલવાનું શું કામ ? એટલે મૌન વ્રત લીધુ.
ત્યારે ધાત્રીએ કહ્યું સારું થયું કે તે મને કહ્યું. એમાં વળી ઉપાય છે આ બધો પૂર્વભવનો વૃત્તાંત પટ ઉપર આલેખી હું ભમીશ જો તે ક્યાંય મનુષ્યમાં ઉપન્યો હશે તો આ પટ જોઈ જાતિસ્મરણ પામશે. મેં પણ આ યુક્તિ યુક્ત છે એમ સમજી પટ તૈયાર કર્યો. વિવિધ વૃત્તાંત તેમાં આલેખ્યો, ત્યારે અંબરતિલક પર્વતના પ્રશસ્ત પુષ્પવાળા, આસોપાલવ વૃક્ષ તળે બિરાજમાન યુગંધર સૂરિ, વંદન માટે આવેલ દેવદેવી ઈશાન દેવલોક, શ્રી પ્રભ વિમાન, તેમાં પણ તેજ કપલ સ્વયંબુદ્ધ, સંભિન્નશ્રોત મહાબલ રાજા, દૂત, મંત્રી,