Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 284
________________ ૨૭૩ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ભાગી છૂટ્યો પણ તે કન્યા ભાગવા સમર્થ ન થઈ. હાથી પણ તે કન્યાને પકડે તેટલામાં મેં પાછળથી પ્રહાર કર્યો, તેથી કન્યાને મૂકી મારા તરફ વળ્યો, હાથીને વંચી કન્યાને પકડી અને હદયથી નહિ છૂટતી તે કન્યાને નિરુપદ્રવ સ્થાનમાં મૂકી તેણીને પરિવાર આવ્યો. બધાએ મારું બહુમાન કર્યું. એટલામાં સાપોની વર્ષા થઈ. બધા આમ તેમ નાઠા ત્યાર પછી તે કન્યા ક્યાં ગઈ તે મેં જાણ્યું નહિં. તેણીની માહિતી પ્રાપ્ત નહિ થવાથી કેટલાક દિવસ નગરમાં ભમી તેના વિરહથી ઉત્કંઠિત બનેલો તેના માટે વ્યાકુલ હું અહીં આવ્યો. વસંતદેવે કહ્યું ઉપાય બતાવ. તેણે કહ્યું આવતીકાલે તે પરણશે. તેથી આજ રાત્રે તેણીએ રતિયુક્ત કામદેવની પૂજા કરવાની હોય છે. તે એકલી જ કરે છે. એવી રૂઢિ છે. તેથી આપણે તેના આવતા પહેલા કામદેવના મંદિરમાં પેસી જઈશું. તેણીની ઈચ્છાથી તેણીના વેશને પહેરી હું તેણીના ઘેર ચાલ્યો જઈશ. હું ગયા પછી તું તેણીને લઈ ભાગી જજે. યુક્તિ યુક્ત તે સાંભળી હરખાયેલા વસંતદેવે કહ્યું હે મિત્ર ! આમ કરતા તારે ભારે અનર્થ થશે. એ વખતે ક્યાંથી આવેલી શુભ દિશામાં રહેલી વૃદ્ધ બ્રાહ્મણીએ છીંક કરી, તેથી કામપાલે કહ્યું મારે કાંઈ અનર્થ નહિં થાય. પણ તારું કાર્ય કરી આપવાથી મોટો અભ્યદય થશે. એ વખતે બીજા કોઈક સાથે બોલતા વૃદ્ધ બ્રાહ્મણો પોતાની કથા સાથે સંબઇ કહ્યું કે એમાં કોઈ સંદેહ નથી. આ એ પ્રમાણે જ છે. એમ શુકનના ભાવાર્થને ગ્રહણ કરી કામપાલે કહ્યું એમ કરવાથી બધા સારાવાના થશે. ત્યારપછી ઉઠીને નગરમાં પ્રવેશ કર્યો. ભોજન કર્યું પરિજન અને સેવક વર્ગને તે કાલને ઉચિત એવા કાર્યમાં જોડીને સંધ્યાકાળે કામદેવના મંદિરમાં પેઠા. પ્રતિમાની પાછળ રહ્યા. થોડાજ કાળમાં વાજિંત્રનો અવાજ સંભળાયો. આ તે આવે છે તે પ્રમાણે ચિત્તથી હર્ષિત થયા. તેટલામાં સ્વજનવર્ગથી પરિવરેલી કેશરા આવી. પાલખીમાંથી ઉતરી પ્રિયંકરાના હાથમાંથી વિવિધ પૂજાના ઉપકરણોથી ભરેલા પાત્રને ગ્રહણ કરીને અંદર પેઠી. કલ્પ પ્રમાણે વિરને બંધ કરી કેશરા પૂજા ઉપકરણની પાત્રી મૂકીને કામદેવ પાસે જઈ કહેવા લાગી. હે ભગવાન! રતિવલ્લભ ! સમસ્ત પ્રાણીઓનાં ચિત્તને સાક્ષાત્ જોનારા હે નાથ ! દીન એવી મારે આ પ્રમાણેનો સંબંધ યોગ્ય નથી. ભક્તિથી આટલો કાલ મેં તારી વિવિધ જાતની પૂજા કરી કે જેથી તે ખરેખર મારું મન ગમતું

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306