Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
२७२
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ત્યાં વિચારવા લાગ્યો. પુરુષો અન્ય રૂપે મનોરથોને વિચારે છે. અને ભાગ્યથી સ્થાપિત કરાયેલા સભાવોવાળી કાયોની ગતિઓ અન્યરૂપે થાય છે. હર્ષથી અવસરમાં ઉઘત થયેલાં હદયવડે અન્ય રૂપે વિચારણા કરાય છે. પણ વિધિવશાત કાર્યારંભ અન્યરૂપે પરિણમે છે. તેથી આ કેવી રીતે પરિણમ્ ? પૂર્વકમ દોષથી જો આ પ્રમાણે થશે તો પ્રિયા ચોક્કસ મરી જશે. તે પહેલા જ અશોકવૃક્ષ (આસોપાલવ) ના વૃક્ષની શાખાએ શરીરને ફાંસો લગાડી પોતાનાં પ્રાણોને છોડી દઉં. એમ વિચારી આસોપાળના ઝાડ ઉપર ચડી ફાંસો તૈયાર કરી એમાં પોતાની ડોક ફીટ કરી દીધી. અને ઝંપલાવ્યું તેથી દિશામાં અધ્ધર ભમ્યો. (લટકવા લાગ્યો) સ્વર માર્ગ રંધાઈ ગયો. અને લોચન યુગલ બીડાઈ ગયા. એટલામાં “સાહસ કરીશ મા.” એમ કહી કામપાલે ત્યાં આવી પહેલા તેનો ફાંસો છેલ્લો વાયરો નાંખી સ્વસ્થ કર્યો અને કહ્યું હે ભદ્ર! પોતાની આકૃતિને વિપરીત આ તે શું કર્યું ? ત્યારે વસંતદેવે દુઃખપૂર્વક કહ્યું હે ભદ્ર! દુ:ખાગ્નિની જવાલા સમૂહનો કોળિયો બનેલી અમારી આકૃતિની (શરીરની) કાંઈ જરૂર નથી. કામપાલે કહ્યું હે ભદ્ર ! જો આમ હોય તો પણ તારું દુઃખ કહે તો ખરો, જેથી તેનાં સ્વરૂપને જાણી તેને દૂર કરવાનો હું ઉપાય વિચારીશ. ત્યારે અહો આવો કેવાં પરોપકારી છે. એમ વિચારી વસંતદેવે સર્વ બીના કહી સંભળાવી. કામપાલે કહ્યું એમાં ઉપાય છે અને તેને રોજ તેણીનું દર્શન થશે. તેથી તે ધન્ય છે. ત્યારે પુષ્પવગરનાં મારે તો કોઈ ઉપાય જ નથી. છતા પણ હું પ્રાણો છોડતો નથી. કારણ જીવતા માણસો કયારે ભાગ્ય યોગે કલ્યાણો પામે. કહ્યુ છે કે
અનુકૂલ થયેલું ભાગ્ય અન્યદેશથી સમુદ્રના મધ્યથી ધરતીના છેડાથી પણ ઈષ્ટ વસ્તુ લાવીને ઘડી આપે છે. વસંતે કહ્યું તારે કેવુ દુઃખ છે. કામપાલે કહ્યું - કાર્તિકપુરનો વાસી ઈભ્યપુત્ર હું યૌવનને ઉન્માદથી દેશાટન કરવા નીકળ્યો. શંખપુર નગરે પહોંચ્યોની ત્યારે ત્યાં શંખપાલ યક્ષની જાત્રા હતી. તેને જોવા બાળકો અને ઘરડા સાથે આખુય નગર ગયુ. હું પણ ત્યાં ગયો. સુંદર ક્રીડારસ પ્રવર્યો. તેટલામાં મેં આંબાની શ્રેણી મણે પોતાની સખીઓ સાથે બેઠેલી એક કન્યાને દેખી તેણીના પ્રત્યે મને ઘણોજ અનુરાગ થયો. તે પણ મને દેખી જોરદાર અનુરાગને વશ થઈ નવા વાદળાના દર્શન થતા મોર ઉત્કંઠિત બને તેમ ઉત્સુક બની પોતાની બેનપણી ના હાથે મને તેણીએ તંબોલ મોકલ્યું. હું કાંઈ બોલ્યો નહિં એટલામાં તો રાજાથી વિફર્યો. તેણે બધું વેર વિખેર કરી નાંખ્યું અને આંબાની શ્રેણીમાં આવ્યો. કન્યાનો પરિવાર