Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 302
________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૨૯૧ सागरो इव गंभीरा, मंदरो इव निच्चला । कुंजरो इव सोडीरा, मइंदो इव निब्भया ॥९०॥ સાગર જેવા ગંભીર, મેરુપર્વત જેવા નિશ્ચલ, હાથીની જેમ કર્મશત્રુ ને હરાવા માટે શૌર્યવાળા, સિંહની જેમ નિર્ભયી, એટલે અન્ય કુવાદિરૂપી હાથીની ગર્જનાથી નહિં ડરનાર - ૯CL सोमाचंदो ब्व लेसाए, सूरो ब्व तवतेयसा । सव्वफासाण विसहा, जहा लोए वसुंधरा ॥९१॥ સૌમ્યતેજથી ચંદ્રસમાં કારણ કે તેઓ સર્વજનોને આનંદ આપનારા છે. અને પરદર્શન રૂપી તારલા કરતાં અધિક પ્રભાવશાળી છે. તપ તેજથી સૂર્યસમા કારણકે પરતીથરૂપી ચંદ્ર, તારા, નક્ષત્ર, ગ્રહ સમૂહની પ્રજાને ઢાંકનારા છે. - જેમ લોકમાં ધરતી સર્વ સ્પશોને સહન કરે છે તેમ મનુષ્ય વિ. કરેલી શુભાશુભ ચેષ્ટામાં સમભાવવાળા હોવાથી ધરતી સમાં કહેવાય. કહ્યુ છે કે - વંદન કરતા ગર્વ પામતા નથી. હીલના કરતાં બળતા નથી. ચિત્તને કાબુમાં રાખી રાગદ્વેષનો નાશ કરીને મુનિ વિચરે છે. સામે આવી પડતા વચનનાં પ્રકારો કાનમાં પેસી દુર્ભાવ ઉપજાવે છે. તેથી જે અધિક શૂરો બની આ સાંભળવું એ મારો ધર્મ છે. એમ સમજી જિતેન્દ્રિય બની સમભાવથી સહન કરે છે તે પૂજ્ય છે. જે મુનિ આકોશ પ્રહાર કડવા શબ્દો (મેણાં-ટોણાં) ઈત્યાદિ ઈન્દ્રિયોને દુઃખ દેનારા કાંટાઓને સહન કરે છે તથા જે રાક્ષસ વિ.ના ભયાનક અતિરૌદ્ર શબ્દોવાળા અટ્ટહાસ્યોને સાંભળવા છતાં સુખ દુઃખને સમભાવે સહે તે સાચો સાધું છે. આક્રોશ, તાડન, વધ, ધર્મભ્રંશ બાલકોને સુલભ છે, ધીરપુરુષ યથોત્તરના અભાવમાં આને લાભ માને છે. NI૯૧ાા सुद्धचित्ता महासत्ता सारयं सलिलं जहा । गोसीसचंदणं चेव सीयला सुसुगंधिणो ॥९२॥ શરદ ઋતુના પાણીની જેમ નિર્મલ મનવાળા, સત્યશાલી, ગોશીર્ષ ચંદનની જેમ કષાય અગ્નિનો અભાવ હોવાથી શીતલ, શીલની સુગંધથી યુક્ત હોવાથી સુસુગન્ધી મેરા

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306