Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 304
________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ नाणाविहाण साहूणं ओहावंताण जाव उ । कायव्वं सब्वभावेणमेवमाइ जहोचियं ॥९८॥ અનેક પ્રકારના જિનકલ્પી વિ. અને છેક જે દીક્ષા છોડવાની ઈચ્છાવાળા છે. તેમની પણ યથોચિત ભક્તિ કરવી જોઈએ. હવે યથોચિત કૃત્ય બતાવે છે. नाणं वा दंसणं सुद्धं चरितं संजमं तवं । जत्तियं जत्थ जाणिज्जा भावं भत्तीए पूयए ॥९९॥ શુદ્ધ જ્ઞાન, દર્શન, ચારિત્ર- સામાયિક વિ. સંયમ-આશ્રવ થી અટકવું તપ વિ. જેમાં જેટલું જણાય છે. તે પ્રમાણે તેમની ભાવ (પદાર્થ) થી ભક્તિ પૂર્વક પૂજા કરે છે. ૧૯૯ માત્ર વેશધારીઓનું પણ જે કહેવામાં શેષ રહેલું હોય અને ઉઘત વિહારી બહુશ્રુત ગુરુએ ઉપદેશેલું હોય શાસ્ત્રથી તે જાણીને કરે અને સાધુઓનું વિધિપૂર્વક તે સર્વ કરે, કારણ કે તે પૂર્વોક્ત બધુ વિધાન મોક્ષ સુખ આપનાર છે. આચાર શૂન્ય અને માત્ર લિંગધારી = વેશધારી જેઓ વાકપટુતા આદિ ના કારણે લોકોમાં માન્ય હોય તેમના પ્રતિ કુશલાદિ પૃચ્છા પૂર્વક નું ઔચિત્યનું પાલન કરવું કારણ કે તેથી લોકોનું ચિત્ત જીતાય છે. (અન્યથા - લોકો સારા મહાત્માઓ પર પણ આક્ષેપ કરે કે - આ લોકો તેજોવી છે, ઈર્ષાલુ છે વિગેરે.) અન્યત્ર વસતિ વિગેરે ના અભાવે સંવિગ્ન ગીતાથોને પણ અગીતાથ થી વ્યાપ્ત ક્ષેત્રમાં રહેવું પડે તો સ્વપર સચ્ચિત્ત નો ઉપઘાત ન થાય તેમ આત્મ-ભાવમાં રહેવું જોઈએ. અન્યથા આક્ષેપ બાજીથી અપર સચ્ચિત્ત ઘવાય અને પોતાની (ગીતાથની પણ) લઘુતા થાય તથા તેઓને (અગીતાથને) પણ કર્મબંધ થાય જે બંને પક્ષે અનિષ્ટ છે. (માટે આવા દેશકાલમાં આત્મ સ્વભાવમાં રમમાણ રહેવું શ્રેયસ્કર છે.)

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306