Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 286
________________ ૨૭૫ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ હાથીની પીઠ ઉપર લાકડી ફટકારી ત્યારે મને મૂકી તેની સામે હાથી આવ્યો. તે યુવાને પણ હાથીને છેતરી, મને લઈને હાથીના ભય વગરના સ્થાનમાં લાવી અને હૃદયમાંથી નહિં મુકાતી એવી મને ત્યાં મૂકી. મારો સ્વજન વર્ગ ભેગો થયો, અને તેમને યુવાનને અભિનંદન આપ્યા. એ અરસામાં સાપો સાથે વાદળા વરસવા લાગ્યા. તેના ભયથી લોકો ભાગં ભાગ કરવા લાગ્યા. ત્યારપછી મારા હૃદયને હરનારો તે ક્યાં ગયો તેની મને ખબર નથી. કેટલાક દિવસ નગરમાં તેની તપાસ કરાવી. પણ તે જડ્યો નહિં. તેથી હે બહેન ! વિધિએ અધન્ય એવી મને તો તેના દર્શનથી પણ દૂર કરી દીધી. જેથી કહ્યુ છે કે - નિરંકુશ બનેલો ચક્રવાક પક્ષી પાણીમાં પડેલા પ્રતિબિંબના દર્શનના સુખ દ્વારા આશ્વાસન પામે છે. તેને પણ તરંગો હરી નાંખે છે. તું ભાગ્યની હોંશીયારી તો જો... તે સાંભળી કામપાલે ઘુંઘટ ખોલ્યો તેને દેખી અરે ! શું તે જ આ છે એમ ભય અને શરમને વશ થઈ કશું બોલી નહિં. તેણે કહ્યું આ શરમનો સમય નથી. શરમ છોડી અહીંથી નીકળવાનો ઉપાય વિચાર. કેશરા પણ તારી જેમ આજ પ્રયોગથી પોતાના પ્રિયને મળી. જો એમ છે તો દેહ ચિંતાના બહાનાથી અશોક વાટિકાના દ્વારથી આપણે નીકળી જઈએ. તેમ કરી પહેલાજ કેશરાને લઈને ગજપુરમાં પહોંચેલા વસંતદેવને મળ્યા. ચારે જણ સુખોથી ત્યાં રહે છે. આ બાજુ કુરૂચંદ્ર રાજાને દરરોજ પાંચ પાંચ શ્રેષ્ઠ ભેટ આવે છે. તેઓને જાતે ભોગવતો નથી. બીજા કોઈને આપતો નથી અને બોલે છે કે ઈષ્ટ વિશિષ્ટને આ આપવાની છે. એટલામાં ઉઘાનપાલકે રાજાને વધામણી આપી કે રાજન! હું તને વધાવુ છું શ્રેષ્ઠ કેવલજ્ઞાનથી પદાર્થના પરમાર્થને જાણનારા ત્રણ જગત જેમને નમે છે, એવા શાંતિનાથ પ્રભુ પધાર્યા છે. યોજન પ્રમાણ ભૂમિમાં દેવતાઓએ સમવસરણ રચ્યું છે. અને ઘાસ કાંટા રેતી વિ. દૂર કર્યા છે. સુગંધિ પાણીની વૃષ્ટિ કરી છે. મણિ કંચન ચાંદીના ત્રણ ગઢ બનાવ્યા, તે ઉંચા અને કિલ્લાના ચાર દ્વારથી વહેંચાયેલા છે. ચારે દ્વાર ઉપર રત્નનાં ઉંચી ઉંચી ધ્વજાવાળા અનેક રૂપિયાના છિદ્રથી કોતરાયેલા તોરણો રચ્યા છે. ચક્રધ્વજ, સિંહધ્વજ, ગરૂડધ્વજ, મોટા ધ્વજો બનાવ્યા છે. ચાર દિશામાં વાવડી અને વનરાજી રચી છે. તેનાં ઉપર સુંદર શોભાવાળું આસોપાલવનું ઝાડ રચ્યુ છે. જાનુ પ્રમાણ ઉપર મુખવાળી પુષ્પવૃષ્ટિ પડી રહી છે. ઉંચા દંડવાળા (મજબૂત) ત્રણ છત્ર કર્યા છે. હાથમાં ચામર દંડ લઈ શકેન્દ્ર ઈશાનેન્દ્ર બે બાજુ ઉભા રહ્યા છે. આકાશમાં મેઘ સરખા ગંભીર અવાજવાળી દેવદુંદુભિ વાગે છે. સુવર્ણ કમલ ઉપર ચરણ

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306