Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 299
________________ ૨૮૮ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ વેણી બંધ શ્વેત વસ્ત્ર ધારવા. માલા વિ. નો ત્યાગ દેશાન્તર ગયેલા પતિવાળી સ્ત્રીનું જે દુધેરવ્રત તેને ધારણ કરતી રહેલી છે. આટલો કાળ તુચ્છ અન્નથી વૃત્તિ ચલાવતી તારા ઘેર રહેલી છે. તે સાંભળી કૃપુણ્યને ફરીથી પ્રેમ જાગ્યો. હવે એક વખત સેચનક હાથી પાણી પીવા નદીના પાણીમાં ઉતર્યો. તેને ગ્રાહે પકડી લીધો. માણસોએ બુમ પાડી તે સાંભળી રાજા આકુલ થયો અભયકુમારે કહ્યું ત્યાં જલકાંત મણિ નાંખો ભંડારમાંથી કાઢતા વાર લાગશે. તેટલામાં શરીરનો નાશ થવાથી ચોક્કસ હાથીને આત્મ અહિત થશે. તેથી જલ્દી મેળવવા માટે રાજાએ પડહ વગડાવ્યો. કે ભો ! ભો ! જે જલકાંત મણિ આણીને આપણે તેને રાજા અડધુ રાજપાટ અને કન્યા વિ. આપશે. તે સાંભળી કંદોઈએ જલ્દી મણી નદીમાં નાંખો. સ્થલ થઈ જવાથી જલતંતુ નાસી ગયો. હાથી તે ઉપદ્રવથી મુકાયેલો ઘેર આવ્યો. રાજાએ પૂછ્યું આ મણિ કોણ લાવ્યું હતું. આ તો કંદોઈએ લાવ્યો. તે સાંભળી રાજા ચિંતામાં પડી ગયો. હે અભય! નીચને કન્યા કેવી રીતે અપાય ? અભયે કહ્યું આની પાસે રત્નો ન હોય તેથી આને બરાબર પૂછી જુઓ. ડરના મારે તેણે સાચુ જણાવ્યું. કંદોઈને ઉચિત દાન આપ્યું. અને કૃપુષ્યને ઠાઠ માઠથી દીકરી પરણાવી. અડધુ રાજ્ય આપ્યું. તે હવે અભયકુમાર સાથે લહેર ઉડાવે છે. એક દિવસે તોણે અભયકુમારને કહ્યું કે આજ નગરમાં પુત્ર વાળી ચાર બીજી પણ સ્ત્રીઓ છે. પણ તે ઘરને હું જાણતો નથી. અભયે કહ્યું આ કેવી રીતે? જ્યારે તેણે સર્વ બીના કહી સંભળાવી. અરે ! અમને પણ તેણીએ બુદ્ધિથી જીતી લીધા. એમ અભય બોલ્યો. આવું કાર્ય કરીને આજ નગરમાં વસે છે. તો પણ અમને ખબર ન પડી. અહો તોણીની જબરી હોંશીયારી કહેવાય. તેથી તું નિશ્ચિત રહે. હમણાં તારી પત્નીઓની ખબર કાઢું. એમ કહી બે દિવસમાં એક દેવમંદિર બનાવ્યું. તેમાં કૃતપુણ્યના આકારવાળી યક્ષ પ્રતિમા કરાવી. અને નગરમાં ઘોષણા કરાવી કે સંતાનો સાથે નારીઓ યક્ષને પૂજવા પૂર્વદ્યારથી આવે અને પશ્ચિમથી નીકળે. જે કોઈ ઉઘુ કરશે તો ભારે ઉપદ્રવ થશે. એમ સાંભળી સ્ત્રી સમૂહ બાલકો સાથે આવવા લાગ્યો. તે ચારે પણ છોકરાઓ સાથે ત્યાં આવી. ત્યારે પપ્પા પપ્પા કરતાં છોકરાઓ ઝટ દઈને યક્ષ પ્રતિમાના ખોળામાં ચડી બેઠા. એક બાજુથી જલ્દી અભય અને કૃતપુણ્ય નીકળ્યા. તેને દેખી તે ચારે જણીએ શરમથી મોટું નીચું કર્યું. અભયે તે ડોસીને બોલાવી કડક શબ્દોથી ખખડાવી ત્યારે તે બન્ને ને પગે પડી (એમ સાત નારીઓ સાથે વિશેષ સુખ માણતો રાજ્ય લક્ષ્મીને ભોગવતાં તેને ઘણો કાલ વીતી ગયો.)

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306