Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
૨૭૪
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ કરીશ. પણ તે તો આવુ ઉધુજ કર્યું. શું તું નથી જાણતો કે મારું મન વસંતદેવને મૂકી બીજે રમતુ નથી. અથવા આ પ્રલાપ કરવાથી શું ? બીજા જન્મમાં તેજ પતિ આપજે એમ બોલી તોરણ ના એક દેશમાં તેણીએ સો બાંધ્યો. અને પોતાનું માથું તેમાં ફીટ કરવા તે દોડે છે. તેટલામાં બહાર નીકળીને વસંતદેવ તેણીને પકડી તું ચિંતા કરીશ મા. હું તેજ તારા હૃદયનો સ્વામી છું. અમારા મિત્રને તારો વેશ આપી દે અને તેનો તું લઈ લે જેથી આ તારા પિતાના ઘેર જશે. આ બહુ સરસ હર્ષથી પોતાનો વેશ તેને આપી દીધો. કામપાલ પણ મોટો ઘુંઘટ કાઢી બહાર નીકળ્યો અને પ્રિયકરાને પાત્રી આપી. પાલખીમાં ચડ્યો. વાહકોએ ઉપાડી. પંચનંદિના ઘેર ગયો માતાના ઘેર તેને બેસાડ્યો અને કહ્યું ઈષ્ટ વિશિષ્ટ પ્રિય સમાગમના મંત્રને જપ. એમ કહી પ્રિયંકરા કોઈ કામથી નિકળી ગઈ.
એટલામાં શંખપુર નિવાસી કેશરાના મામાની છોકરી મર્યાદા નિમંત્રણ આપવાથી પરિવાર સાથે ત્યાં આવી. કેશરાને જોવા માતાના ઘરમાં ગઈ, કામપાલ પાસે બેસી અને કહેવા લાગી કે હે બેની તું ખેદ કરીશ મા, કારણ સર્વ જીવો કર્મને વશ છે પૂર્વકર્મના દોષથી સંસારમાં દુઃખોને પામે છે. વિવેકી અને નિર્વિવેકી માં આટલો જ તફાવત છે. વિવેકિઓ સંસારના સ્વરૂપને વિચારે છે. જ્યારે વિવેક વગરના અસમંજસ બુમરાડ મચાવે છે. બેન તારા કરતા મારી ઘણી કરુણ કથા છે. અને પૂર્વની સર્વ બીના કહી સંભળાવી.
શંખપુરમાં આ વસંતદેવ પ્રત્યેના અનુરાગ સંબંધી બધોજ વૃત્તાંત કારણથી આવેલી તારી સખીએ મને કહી સંભળાવ્યો. તેથી તે બેન ! શોકને છોડી તું મા બાપ કહે તે પ્રમાણે કર. ભાગ્ય-વિધાતાએ લલાટમાં જે લખ્યું હોય તેને સમભાવે સહન કર. હે બેન ! તારા કરતાં મારી કરુણ કથા છે. છતા માં બાપને દુઃખ થશે તેના ભયથી હું જીવું છું. ભગવાન શંખપાલની યાત્રા નગરજનોએ પ્રારંભ કરી. હું પણ સહેલીઓ સાથે ગઈ. ઉધાનમાં આંબાની પંક્તિ વચ્ચે અનેક જાતની રમતથી રમતી હતી. ત્યારે થોડાક દૂર રહેલા એક યુવાનને મેં જોયો. કામદેવ સરખા મોહક શરીરવાળા તેનાં ઉપર મને ગાઢ અનુરાગ જાગ્યો. તે પણ અનુરાગના વશથી મારી સામે પુનઃ પુનઃ જોવા લાગ્યો. મારી સખી ! હાથે મેં તાંબૂલ મોકલાવ્યું. તેણે લીધું. પણ ખરું, હજી મારી સખી સાથે વાત તો થઈ નહિ તેટલામાં મહાવત વિનાનો નિરંકુશ થયેલો મત્તકરી-મદોન્મત્ત હાથીએ મને અડધી પકડી એટલામાં તેણે