Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 293
________________ ૨૮૨ નમૂળ શુદ્ધિ ભાવાનુવાદ | પાસે આવ્યા. શાલીભદ્ર અને ધન્ય મહાત્મા ક્યાં છે ? અમારા ઘેર ગોચરી કેમ ન આવ્યા ? પ્રભુએ કહ્યું હે ભદ્રા ! તારે ઘેર આવ્યા હતા પણ તમે કોઈએ ઓળખ્યા નહિં.” પછી સર્વ વાત કરી ત્યારે શ્રેણીક સાથે શિલાલે ગયાં ભાવપૂર્વક વાંદી ભદ્રા વિલાપ કરવા લાગી. હે પુત્ર ! ત્યારે તું બત્રીશ શા ઉપર સુતો હતો અત્યારે કર્કશ શિલા ઉપર. હા પુત્ર ! ત્યારે તુ ગીત વાજીંત્રના શબ્દોથી જાગતો હતો. અત્યારે શિયાળના ભયંકર શબ્દોથી. હા પુત્ર! પ્રિય વાક્ય બોલનાર પરિજનથી પરિવરેલો રહેતો હતો. અત્યારે સાવ એકલો શૂન્યવનમાં રહેલો છે. હા પુત્ર ! ત્યારે તું રમ્ય સ્ત્રી સાથે પોતાના મહેલમાં વિલાસ કરતો હતો, અત્યારે ભયાનક પહાડ ઉપર તું કેવી રીતે રહે છે. હા પુત્ર ! તું સદા દિવ્યભોગથી લાલન પાલન પામ્યો. અત્યારે શરીરની પણ ફિકર નહિ કરનારો તું ક્યાંથી મારી જોડે બોલે ? ' અરે રે પુત્ર ! ઘેર આવ્યો છતાં પણ તપથી પતલા થયેલા હોવાથી મંદ ભાગ્યવાળા અમે ઓળખ્યો નહિં. વિલાપ કરતી ભદ્રાને શ્રેણીક કહેવા લાગ્યો. “હે માતા ! તું આમ વિલાપ શા માટે કરે છે ? મહાસત્ત્વશાળી નરોત્તમ સુર અસુરને વંદનીય ગુણીજનોમાં અગ્રેસર છે, જે તેવા પ્રકારની ઋદ્ધિ છોડી આવું ઉત્કૃષ્ટ કોટિનું વ્રત પાલી રહ્યો છે. તું પુત્રવાળીઓમાં અસાધારણ ગવાશે. કારણકે જેણીનો આ શાલીભદ્ર મહાત્મા પુત્ર બન્યા. તને અને અમને પણ એણે તાર્યા છે. તેથી હે માતા ! હર્ષના સમયે શોક કેમ કરે છે ? હે મહાભાગ ! ઉઠ જગમાં ઉત્તમ આ મુનિઓને વાંદ, અને આપણે ઘેર જઈએ કારણ કે સંધ્યાકાલ થઈ ગયો છે. એમ રાજાએ કહ્યું અને બંને મુનિઓને વંદન કરીને શરીરથી ઘેર ગઈ. પણ ચિત્તતો મુનિને યાદ કરે છે. સાધુ સર્વાર્થસિદ્ધ વિમાને ગયા. સિદ્ધિ સુખનો સ્વાદ ચખાડનાર એવું સુખ તે વિમાનમાં તેત્રીસ સાગરોપમ સુધી ભોગવી અવીને મૃત્યુલોકમાં સિદ્ધ થશે. શાલીભદ્રનું આ પરમ પવિત્ર ચરિત્રને જે મનુષ્યો ભણે, અનુમોદે, વખાણે તેઓ દેવ મનુષ્યના સુખ ભોગવી મોક્ષ જાય છે. સંગમ કથા સમાપ્ત”

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306