Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 290
________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૨૭૯ રાજા તેમાં પેઠો. અનુક્રમે ચોથા માળે રાજા ચઢ્યો. શ્રેષ્ઠ આસન ઉપર રાજાને બેસાડ્યો. અને વસ્ત્ર અલંકાર વિ. આપી ભદ્રા તેમની પાસેથી શાલીભદ્ર પાસે સાતમે માળે ગઈ અને કહ્યુ કે “હે બેટા ! તને જોવા શ્રેણીક રાજા ચોથે માળે આવ્યો છે.” તેથી થોડીવાર માટે ત્યાં આવ. શાલીભદ્રે કહ્યું હે મા તું જ જાણે છે આનું કેટલું મોલ છે. માટે તું જ ગ્રહણ કરી લે. હું ત્યાં આવીને શું કરું ? ત્યારે માએ કહ્યું “આ કાંઈ કરિયાણુ નથી પરંતુ સર્વ લોકો અને તારો ને મારો નાથ છે.” તે સાંભળી તેજ ક્ષણે વિરક્ત થયેલો વિચારવા લાગ્યો. “કે આ સંસારવાસને ધિક્કાર હો, જ્યાં મારો પણ અન્ય કોઈ સ્વામી છે, તો દુઃખથી ભરપૂર સંસારના ભોગ માટે ન જોઈએ. હું તો દુઃખથી મુકાવનારી દીક્ષા લઈશ.” એ પ્રમાણે સંવેગ પામેલો પણ માના આગ્રહથી તારા સાથે જેમ ચંદ્ર ઉતરે તેમ પત્નીઓ સાથે તે નીચે આવ્યો. શ્રેણીકને નમ્યો; શ્રેણીકે પણ સ્નેહથી ખોળામાં બેસાડી મસ્તકે ચુંબન કર્યું. (સુંબુ). થોડીવાર એના ખોળામાં રહ્યો. એમાં તો આંસુ ઝરાવા લાગ્યો. તે દેખી માતાએ કહ્યું હે રાજન ! આને છોડી દો કારણ કે આને મનુષ્ય સંબંધી કુળમાળા વિ. ની ગંધ પીડા કરે છે. દિવ્ય વિલેપન દ્રવ્ય ફળમાલા વિ. આના પિતા દેવ (દેવ બનેલા પિતાશ્રી) દરરોજ અર્પણ કરે છે. ભદ્રાથી આગ્રહ પામેલા રાજાએ તેણીની ભોજન પ્રાર્થના માન્ય રાખી મદનવર્ધક પુષ્ટિજનક તેજ વધારનાર લક્ષપાક વિ. તેલ આપ્યા. અને પોતડી આપી સુકુમાર હાથ-પગવાળા અંગમર્દન કરવામાં હોંશીયાર પરિવાર સહિત રાજાને માલીશ કરવા લાગ્યા. રત્નનાં પગથીયાવાળી વાવડીમાં રાજા સ્નાન કરતો હતો. તેટલામાં દૈવયોગે હાથમાંથી વીંટી સરી પડી. સંભ્રાંત નયનોથી (રાજાને) નામ મુદ્રાને જોતો દેખી ભદ્રામાતાએ (દાસીઓને) કહ્યું “આ વાવડીનું પાણી ખાલી કરી બીજે સંક્રમાવી દો. યંત્ર પ્રયોગથી દાસીઓએ તેમ કર્યું. ત્યારે વિવિધ અલંકાર મળે અંગારા સરખી પોતાની વીંટી જોઈ વિસ્મયથી રાજાએ દાસીને પૂછ્યું આ શું? તે બોલી નારી સહિત શાલીભદ્રના ગઈકાલનાં માલા વિ. ઘરેણાં એમાં નંખાય છે. તે સાંભળી રાજા વિચારમાં પડ્યો. તું પુણ્યનું અંતર તો જો હું રાજા અને આ મારો નોકર છતાં આની ભોગ લક્ષ્મી આવી ઉન્નત કોટિની છે. આ ધન્ય છે. સ્નાન કરી અનેક જાતના રસવાળું વિશિષ્ટ ભોજન કરી કૃતકૃત્ય બની ઘેર ગયો. શાલીભદ્ર પણ વિરક્ત બની રહેલો છે. એટલામાં કલ્યાણમિત્રે આવી નિવેદન કર્યું કે હે સ્વામી ! તને વધામણી હો ! કારણ કે આ નગરમાં ઘાણાં શિષ્યોથી પરિવરેલા ધર્મઘોષસૂરિ પધાર્યા છે. જેમને

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306