Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ધરતા પ્રભુએ પૂર્વ દિશાથી એવા સમવસરણમાં પ્રવેશ કર્યો. ત્રણ પ્રદક્ષિણા દઈ “નમોતિર્થીમ્સ' કહી પ્રભુ બિરાજમાન થયા. ત્યારે દેવોએ ચાર દિશામાં પ્રભુના પ્રતિબિમ્બ રચ્ય. સૂર્યનાં કિરણો જેવી પ્રભાવાળું ભામંડલ થયું. નરાદિથી ક્ષણવારમાં સમવસરણ ભરાઈ ગયુ.
તે જોઈ છે સ્વામી! તમને નિવેદન કરવા હું આવ્યો છું. તે સાંભળી રાજા વધારે ખુશ થયો. વિકસિત રોમરાજીવાળા રાજાએ વધામણી આપનારને પુરતુ (તૃપ્તિથી) દાન આપી ભક્તિથી જિનેશ્વરને નમવા ગયો. સર્વ ઋદ્ધિથી વસંતદેવ વિ. પણ નમસ્કાર કરી ધરણીતલે બેઠા. ત્યારે પોતપોતાની ભાષા પરિણામ પામનારી જોજનગામિની વાણીથી પ્રભુ લોકોના હિત માટે ધર્મ કહેવા લાગ્યા. દાનાદિ ચાર પ્રકારે ધર્મ છે. દાનથી સ્વર્ગ વિવિધ પ્રકારનાં ભોગ ઉપભોગની સામગ્રી મળે છે. તેમજ મનુષ્ય અવતાર માં રાજાઓ જેને નમસ્કાર કરે છે એવું શ્રેષ્ઠ રાજ્ય મળે છે. જેની આજ્ઞાનો કોઈ પરાભવ ન કરી શકે અજોડ પરિવારની જેને પ્રાપ્તિ થાય છે. તે સર્વ દાનનું ફળ છે. એ વખતે કથાંતર જાણી રાજાએ પૂછ્યું હે પ્રભુ! મારે દરરોજ પાંચ પાંચ ઉપહાર કેમ આવે છે ? તેમજ હું કોઈને કેમ નથી આપતો ? ત્યારે પ્રભુએ પૂર્વજન્મની વાત કહી તેથી તેઓની સાથેજ ઉપભોગ થઈ શકશે. કારણ કે તેમનું દ્રવ્ય હતું. તે આ વસંતદેવ વિ. છે. તે સાંભળી બધાને જાતિસ્મરણ થયું. પ્રભુ આ વાત એમ છે. અમને શ્રાવક ધર્મ આપો. ત્યારપછી રાજ્ય સંપદા ઉપહાર વિ. દાનફળને ભોગવી છેલ્લે ચારિત્ર લઈ દેવલોકે ગયા. તેઓના વચનથી નોકરે મુનિવરને દાન આપ્યું તેના ફળ દ્વારા આ રાજા થયો. તે ફળથી અનુક્રમે આ મોક્ષે જશે. તેથી દાનમાં સર્વ શક્તિથી પ્રયત્ન કરવો જોઇએ.
કોણક કથા સમાપ્ત'
શ્રી સંગમ થાળક” મગધ દેશમાં ત્રણ લોકમાં પ્રખ્યાત અલ્કાપુરી જેવુ, સુંદર ધાન્યવાળુ, ગુણોથી ભરપૂર એવું રાજગૃહી નામે નગર છે. અભિમાની શત્રુરૂપી હાથીઓનાં ગંડસ્થલને ભેદવામાં સમર્થ સિંહ સમાન શ્રોણીક નામે રાજા છે. ચેલાણા નામે સૌભાગ્યના ગર્વવાળી, વર્ણ ને લાવણ્યથી યુક્ત, કલા કૌશલથી શોભતી એવી તેને રાણી છે. આ બાજુ નગરથી શાલિગ્રામમાં છિન્નવંશવાળી ધન્યા સંગમ નામના પુત્રને લઈને આવી. બાલક છોકરાઓને સંભાળે છે. પૂર્વમાં બાળકોને