Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૨૫૭. ઉત્પન્ન કેવલજ્ઞાન સ્વરૂપ સૂર્યકિરણોના પ્રસારથી અંધકાર ના ફેલાવનો નાશ કરી જીવરૂપી ભવ્યકમલવનને બોધ પમાડવા વિચરે છે.
પુષ્કલપાલને આજુબાજુ સામંત રાજાઓ સામે પડ્યા યોર વજજંઘ ને બોલાવા માટે મહંતને મોકલ્યો. તેણે જઈ વિનંતિ કરી કે જો મારા જીવનનું પ્રયોજન હોય તો ગતિ પ્રસંગથી તમે શ્રીમતી સાથે જલ્દી આવો. ત્યારે અમે પોતાના પુત્રને રાજ્ય સ્થાપી સરવન નામના વનખંડમાં પહોંચ્યા. વનમણે દ્રષ્ટિવિષ સર્પ હોવાથી અન્ય માર્ગે ગયા.
મારું આગમન સાંભળતા જ ભયથી વ્યાકુલ લોચનવાળા સામંતો પુષ્કલ રાજાના ચરણે પડ્યા. અમને પૂજી વિસર્જિત કર્યા. અમે સ્વનગર ભાગી નીકળ્યા. લોકોએ કહ્યું સરવનમાંથી જાઓ કારણકે મુનિના કેવલજ્ઞાન ઉત્પત્તિનો મહિમા કરવા નીચે ઉતરેલા દેવોની પ્રભાસમૂહથી સર્પની દ્રષ્ટિનું વિષ નાશ પામી ગયુ છે. અનુક્રમે ત્યાં પહોંચ્યા અને સ્થિત રહ્યા. ત્યાં મારા ભાઈ સાગરસેન મુનિસેન નામે બે મુનિ સામે રહેલા હતા. તેઓએ દેખ્યા. જેઓ તપ લક્ષ્મીથી ભરેલા, શરદઋતુમાં સરોવરનાં પાણી સરખા પ્રસન્ન હૃદયવાળા, શરદઋતુના પૂર્ણચંદ્ર સમાન સૌમ્ય દર્શનવાળા, દેવોની સભાથી પરિવરેલા ધર્મદેશના કરી રહ્યા હતા.
વિશેષભકિત બહુમાનથી સપરિવાર તેઓને વાંઘા. અને શુદ્ધ અશનાદિ વહોરાવ્યું, ત્યારપછી અમે તેઓના ગુણોને ગાતા ગાતા વિચારવા લાગ્યા.
એઓ ધન્ય પુણ્યશાળી છે. એના મનુષ્ય અવતાર સફળ થયો છે. કે જેઓએ રાજ્ય લક્ષ્મી છોડી જિનમતમાં દીક્ષા લીધી, જેઓ મૃતસાગરના પારગામી, દુષ્કર તપ, સંયમ કરવામાં તત્પર, ભવ્ય જીવો રૂપી કમલોને પ્રતિબોધ પમાડવામાં સૂરજ સમાન પ્રકટ માહામ્યવાળા, અનેક લબ્ધિવાળા, નિર્મલ યશના ફેલાવાથી જેઓએ દિશાને સફેદ બનાવી દીધી છે. ક્ષાન, દાંત, નિર્મોહી (નિસ્પૃહી) સેંકડો ગુણોથી યુક્ત તેમજ મહાસત્વશાળી છે. એઓ કોઈ દિવસ આવશે ત્યારે સર્વ સંગ છોડી આવી મુનિ દીક્ષાને ગુરુ પાસે અમે લઈશુ. ક્રિયાકલાપ કરવામાં ઉધત બની તપથી પાપ કર્મ ખપાવી. સંવેગથી ભાવિત બનેલા અમે એઓનું અનુસરણ કરશુ. અતિ ચંચલ આ જીવનનો ઘણો ભરોસો નહિ કરવો. જલ્દી પુત્રને રાજ્ય સ્થાપી અમે દીક્ષા લઈશુ. એવો નિશ્ચય કરી શુભ ભાવનાથી ભાવિત બનેલા તેઓ પોતાના નગરમાં ગયા. અમારા વિરહમાં દાનાદિ થી નૌકરજનોને પોતાને વશ કરી અમને મારવા સારુ અમારા શયન કક્ષમાં વિષયોગથી ધૂપિત ધૂપ (મૂકાવ્યો) અમે તે વાત જાણતા ન હોવાથી