Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
૨૬૭
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
એવું શરીર બની જાય છે. જ્યારે પોતે ઉઠવા માટે પણ અસમર્થ હોય તે વખતે કયુ કર્તવ્ય તે કરી શકશે ? તપ વીર્યથી સાધ્ય છે શરીરમાત્ર તેનું સાધનાથી વજ્રપર્વત ને ભેદી શકે, માટીનો પિંડ નહિં. સામર્થ્યથી રહિત માણસ શું કાંઈ પણ કરી શકે ? તેથી યૌવનવયમાં જ ધર્મ કરવા ઈચ્છુ છું. અને બીજું આ રત્નવૃષ્ટિ પુણ્યાનુબંધી પુણ્યને કહેનારી છે. જે મને ધર્મ ઉઘમમાં ઉત્સાહ જગાડે છે. શું તમે વિદ્વાન માણસોએ કહેલું નથી સાંભળ્યુ. - કે “ધર્મ વગરના જીવો સર્વ સંપદાના ભાજન બનતા નથી.' એ વખતે ઈન્દ્રે શતાનીક રાજાને કહ્યુ ભો રાજન્! આવુ ન બોલો કારણ કે
શું તમે જાણ્યુ નથી આ સંપૂર્ણ શીલગુણ વૈભવવાળી ચંદનવૃક્ષની શાખાની જેમ આ ચંદના સ્વભાવતી ઘણીજ શીતલ છે. સંયમ ઉદ્યમમાં પ્રવર્તનારી પાપ વગરની પ્રભુવીરની સાધ્વીઓમાં આ પ્રથમ સાધ્વીજી થશે. હૃદયમાં વિચારેલ ઉતાવળથી શીઘ્ર પ્રવજ્યા કાલને પ્રાપ્ત કરવાની દ્રઢ ઈચ્છાવાળી આને બીજુ કહેવુ પણ યોગ્ય નથી.
પ્રભુનો દીક્ષાથી અનુગ્રહ કરવાનો યોગ્ય સમય થાય ત્યાં સુધી તમારે ઘેર ભલે રહે. અને આ રત્નવૃષ્ટિનું ધન પણ આપ્યું છે. તેને ગ્રહણ તું (ચંદના) કર. અને અત્યારે જેણે જે યોગ્ય હોય તેને આપ. ત્યારે ચંદના ઈન્દ્રની અનુમતિ માત્રથી શેઠની અનુજ્ઞા લઈ સર્વધન સાથે રાજાને ધેર જવા રવાના થઈ. ઈચ્છા મુજબ દીન અનાથ ને ધન આપતી ચંદના ને ગૌરવપૂર્વક રાજા પોતાના રાજમહેલમાં લઈ ગયો. ઈન્દ્રના વચનથી ઉત્સાહિત બનેલા રાજાએ ધન શેઠનું સન્માન કરી સંપૂર્ણ વ્યવસ્થા કરીને અંતઃપુરમાં કન્યાને સોંપી. ત્યાર પછી તેણીએ સર્વ ઘરેણાનો ત્યાગ કરેલો હોવા છતાં સ્વાધીન શીલ અલંકારથી તેણીના અવયવો શોભતા હતા. અત્યંત મનોહર રૂપ લાવણ્ય યૌવનના પ્રકર્ષવાળી હોવા છતા પણ પરિણત ઉંમરવાળી વ્યક્તિ જેવુ તેણીનું આચરણ હતુ. સર્વ કામ ઈન્દ્રિયોનો (ઈન્દ્રિયના વિષયસુખનો) તિરસ્કાર કરેલો હોવા છતાં તે અતુલ્ય શમસુખનો સ્વાદ માણી રહી છે. ભગવાનના કેવલજ્ઞાનની ઉત્પત્તિના સમયની રાહ જોતી ત્યાં રહેલી છે. પ્રભુને કેવલજ્ઞાન થતા ઠાઠમાઠથી જેણીની પાછળ સુર અસુર માણસો ચાલી રહ્યા છે, એવી તે પ્રભુ પાસે ગઈ. યથાવિધિથી પ્રભુએ દીક્ષા આપી. છત્રીસ હજાર સાધ્વીઓની પ્રવર્તિની સાધ્વી બની. કાળ જતા કેવલજ્ઞાન મેળવી પરમસુખ મોક્ષને પ્રાપ્ત કર્યુ.
“ચંદના સતી કથાનક સમાસ''