Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
२६८
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
દ્રોણક કથાનક
ધરતી રૂપ નારીનાં ઘરેણા સમાન સર્વ દેશોની મળે જે મુકુટ સમાન શોભે છે. એવો કૌશલ નામે દેશ છે તેમાં દશે દિશામાં પ્રખ્યાત શ્રીપુર નામે શ્રેષ્ઠ નગર છે. ત્યાં નિશ્ચયથી ચંદ્રના કિરણોનાં વિસ્તાર સમાન યશના ફેલાવાથી જેણે સંપૂર્ણ ધરતીતલ સફેદ કરી દીધું. એવા “તારાપીડ' નામે રાજા છે.
સુર અસુર વિધાધર માણસોની રૂપાળી નારીઓનાં રૂપને ઝાંખુ પાડનારી રતિસુંદરી નામે તેને રાણી છે. તેજ નગરમાં આખાએ નગરમાં પ્રધાન સુધન, ધનપતિ, ધનેશ્વર, ધનદ નામે ચાર શ્રેષ્ઠિ પુત્રો છે. તે ચારે મિત્ર છે. એક વખત તેઓ મા-બાપને કહ્યા વિના પ્રધાન સોનુ, માલ અને મૂલ્ય લઈ ભાથુ ઉપાડનાર એક દ્રોણક નામના નોકર સાથે રત્નદીપ તરફ પ્રયાણ કર્યું.
રસ્તે જતાં મોટું જંગલ આવ્યું, તેનાથી બહાર નીકળતા તો લગભગ ભાથુ ખલાસ થઈ ગયુ. એ અરસામાં એઓ એ પ્રતિમાધારી એક મહામુનિને જોયા અને વિચાર્યું.
તપથી સુકવી નાંખેલા શરીરવાળા, દુધર ક્રિયા કલાપમાં મન રાખનારા, કામાગ્નિને પ્રશાંત કરવા માટે વાદળા સમાન, પાંચ ઈન્દ્રિયોરૂપી ધોડાઓને કાબુમાં રાખનાર, સર્વ ગુણોના આધાર એવા આ પ્રધાનપાત્રને ભક્તિ પૂર્વક અન્ન વિ. વહોરાવે તે ધન્ય પુણ્યશાળી છે. તેઓનો મનુષ્ય અવતાર સફળ છે. તેથી અમો પણ આ ભાગ્યશાળીને વહોરાવી. એ વખતે પાત્ર પડિલેહી યુગમાત્ર દષ્ટિ નાંખી મુનિ વહોરવા ચાલ્યા. ત્યારે હર્ષથી ભરેલા હૃદયવાળા તેઓએ દ્રોણકને કહ્યુ કે, હે દ્રોણક! આ ભાથું આ સાધુને આપ, પ્રામ થયેલી શ્રદ્ધા વિશેષથી વિકસતા મુખકમલવાળા, તેણે રોમાશિત બની તપસ્વીને વહોરાવ્યું. અનુક્રમે રત્નદ્વીપ પહોંઓ, ધાર્યા કરતા સવાયો લાભ થયો. પોતાના નગરમાં આવ્યા, દીનાદિકને દાન આપવા પૂર્વક મોજ કરે છે. પરંતુ ધનપતિ અને ધનેશ્વર સૂક્ષ્મ માયા રાખે છે.
એ અરસામાં આવુ પૂર્ણ કરી ણક મર્યો. ભરતમાં કુરૂદેશનાં અલંકારભૂત હસ્તિનાપુરના રાજા દુષ્પસહની પટરાણી શ્રી સુંદરીની કુક્ષિમાં ઉપન્યો. તેણીએ તેજ રાત્રીમાં અમૃત રસ સારવાળા ફેલાતા કિરણોનાં પૂરથી ધરતી અને આભના આંતરાને જેણે ભીનો કરી દીધો છે અને ગગનના આંગણાને જેણે શોભાવી દીધો છે. એવો પૂર્વ મંડલવાળો ચંદ્રને મોઢાથી પેટમાં પ્રવેશતો જોયો. તેનાં