Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
૨૬૬
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
છે. પણ અહિં ક્યાંથી આવી. એ હું જાણતો નથી. ત્યારે ચંદનાએ છેક સુધીની બીના કહી સંભળાવી. તે સાંભળી રાજારાણીએ સ્નેહથી ખોળામાં બેસાડી. ત્યારપછી તે બોલી તમે અને શેઠ અનુજ્ઞા આપો તો ધર્મ આચરણ કરું. કારણ
કે
વિવિધ દુઃખ અને સેંકડો કલેશથી ભરપૂર અસાર સંસારમાં કયો વિવેકી માણસ સુખ સંગમાં મૂઢ બની રમે ? આ જન્મમાં જ સુકુલમાં જન્મ મેળવી ફરી પણ બીજાના દાસપણાથી ક્લેશ પામી. તેવા પ્રકારની ઘણી સમૃદ્ધિના આડંબર વાળી પૂર્વમાં હું હતી; અત્યારે કથામાં કહેવાતી તે ઋદ્ધિની કોઈ શ્રદ્ધા પણ ના કરે. સંસારમાં બગાસુ પણ કર્મના વશથી ખાઈ શકાય છે. એવું જાણી કયો સકર્ણ (હોંશીયાર) માણસ નિમેષ માત્ર પણ (પળવાર પણ) આ સંસારમાં આસક્ત બને. આ સાંભળી રાજાએ કહ્યું હે પુત્રી ! હજી તો બાલવય છે. યૌવન વિકાર ઓળંગાયો નથી. મોહનો પ્રસાર દુર્જાય છે. ઈંદ્રિયસમૂહ બલવાન છે. તેથી સંસારના મોજશોખનો વિલાસ કરી, ઈંદ્રિય સુખને ભોગવી, દેવોથી પ્રાપ્ત ધન સમૃદ્ધિને ભોગવી પછી ધર્મ કરવો યોગ્ય છે. અત્યારે તો ત્રણે લોકના પ્રાણીઓને વિસ્મય પમાડનાર શરીરનું સ્વરૂપ પ્રશંસા કરવા યોગ્ય છે. અને લાવણ્યને હરનારા તારા સુંદર રૂપ માટે તપ વિનાશ રૂપ બનશે. જેમ હિમપવન (ઘણોજ ઠડો વાયરો) કમલ માટે, જ્યાં જે યોગ્ય છે. તેમ બહુજનો કરે છે. શું બાળક પણ દારુના ઘડામાં બિલ કરે ? રુચિકર લાવણ્યકાંતિની શોભાવનારી તારી શરીરરૂપી લાકડીનો કરાતો તપ નિઃસંદેહ નાશ કરનારો બનશે. અને બીજું કમલ સરખુ કોમલ તારું શરીર તીવ્ર તપને કેવી રીતે સહન કરી શકશે ? તીવ્ર તડકાને વૃક્ષજ સહી શકે. પણ નવો અંકુરો નહિં. તીવ્ર તપ સંતાપને વયથી પરિણત થયેલો સહી શકે. બાલ શરીરવાળો નહિ તડકાના દર્શન માત્રથી ગોપદમાં રહેલું (ગાયના પગથી ખણાયેલી જમીન માત્ર) પાણી સુકાઈ જાય છે. એમ વયની વૃદ્ધિ ઈષ્ટ સાધન માટે કારણ બને છે. પૂર્ણ ચંદ્ર સંપૂર્ણ જગતને ઉદ્યોતિત કરે છે. પણ ચંદ્રરેખા (બીજનો ચંદ્ર) નહિં.
આવું સાંભળી થોડુ મોઢુ મળકાવી ચંદના બોલી હે મહારાજ ! બુદ્ધિશાળી એવા આ પ્રમાણે શા માટે બોલો છો ? પ્રાણીઓને જ્યારે સામર્થ્ય અને સંપૂર્ણ વીર્ય હોય તે કાલજ તપનો છે તેને પંડિતો પ્રશંસે છે. નહિં હણાયેલા ઈંદ્રિય સામર્થ્યવાળો પ્રાણી સર્વ કર્તવ્ય કરવા માટે પ્રથમ વયમાં જ સમર્થ હોય છે. જ્યારે સર્વ ઈન્દ્રિય વિકલતાથી લાવણ્ય મંદ પડી ગયુ હોય