Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
૨૫૬
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ગયો. અચલે પુત્રને રાજ્ય સોંપી દીક્ષા લીધી. તપ, સંયમ પાળી લલિતાંગ દેવ થયો. પુત્ર સ્નેહથી દેવી સાથે તેને વારંવાર મારી પાસે લઈ જાઉ છું. આ બાજુ તે સાગરોપમનાં સાતીયા નવભાગ સુધી ભોગ ભોગવી અવી ગયો. તેનાં ઠેકાણે બીજો લલિતાંગ થયો. સરખા ગુણવાળા તેને પણ પુત્ર સ્નેહથી હું વારંવાર મારી પાસે લઈ જતો એમ સત્તર લલિતાંગ વ્યતીત થયા. જેને શ્રીમતી જાણે છે તેને પણ હું ઘણીવાર મારી પાસે લઈ આવ્યો હતો. ત્યાંથી એવી હું અહીં ઉપન્યો. હે પ્રતિહાર ! જલ્દી વજજંઘને બોલાવો. તેને આ શ્રીમતી કન્યા આપું. સર્વ અંગે ઉત્કૃષ્ટ શણગાર સજી કુમાર આવ્યો.
સોળે કલાએ ખીલેલા ચંદ્ર સરખા મુખવાળો, મધ્યકાલના સૂર્ય કિરણોથી વિકસેલા કમલ સરખા લોચનવાળો મણિવડે જડેલા કુંડલથી (પૃષ્ઠ) ઘસાયેલા પુષ્ટ (કપોલ) ગાળવાળો ગરુડ જેવી લાંબી ઉન્નત નાસિકા વાળો, વિદ્રુમ જેવા એકદમ લાલ તેમજ કોમલ કંઠવાળો, કુંદ સરખા ધોળા કળીની માળા સરખા આકારવાળા સ્નિગ્ધ દાંતની શ્રેણીવાળો ‘ઉત્તરાસંગથી યુક્ત વૃષભ સમાન ખભાવાળો' મુખના ત્રીજા ભાગ પ્રમાણ રહેલી રત્નાવળીથી વેષ્ટિત ગ્રીવાવાળો, નગરની પરિખા (ખાઈ)ની જેમ લાંબા બાહુવાળો, નગરના કપાટ ની જેમ માંસલ (મજબૂત) અને વિશાળ વક્ષસ્થલ (છાતી) વાળો, હાથના અગ્રભાગથી સારી રીતે ગ્રહણ કરી શકાય તેવાં મધ્યદેશવાળો, વિકસિત કમલ સરખી નાભીવાળો, કરણ વાંસના પાત્ર અને ઘોડા જેવી ગોલ કેડ વાળો, હાથીની સૂઢ સરખા સાથળ વાળો, ગુમ જાનુ પ્રદેશ યુક્ત, હરણ સરખા રમણીય જાંઘવાળો, સુંદર રીતે મૂકેલા સોનાના કુંભ સરખા લક્ષણયુક્ત ચગયુગલ વાળો, એવો કુમાર ત્યાં આવ્યો. અને રાજાને પ્રણામ કર્યા ત્યારે રાજાએ કહ્યુ હે પુત્ર! વજજંઘ પૂર્વભવ ના સ્નેહ સંબંધવાળી આ સ્વયંપ્રભા શ્રીમતી બનેલી છે તેણીને પરણ. ત્યારે જેમ રાજહંસ કમલીની ને દેખે તેમ મને તેણે દેખી, ઠાઠ માઠથી વિવાહ થયો. થોડા દિવસો પછી ઘણાં દાસી વિ. પરિવાર સાથે વિપુલ ઘરેણાં વસ્ત્ર દ્રવ્ય ઈત્યાદિના દાનપૂર્વક તાતે વિસર્જન કરી લોહગલ પહોં. ત્યાં જન્માંતરમાં ઉપાર્જિત વિશિષ્ટ પુગ્ય સમૂહથી પ્રાપ્ત થતાં સર્વ ઈન્દ્રિયને આનંદ આપનારા સુખસાગરમાં ડુબેલા તેઓને પુત્ર થયો. દેહની વૃદ્ધિથી અને કલાભ્યાસથી તે મોટો થયો.
આ બાજુ મારા પિતાશ્રી લોકાંતિક દેવોથી પ્રતિબોધ પામેલા પોતાનાં પુત્ર પુષ્કલપાલને રાજ્ય સોંપી તીર્થંકર સ્વરૂપે દીક્ષા લીધી. વિવિધ તપથી