Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 271
________________ ૨૬૦ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ નથી. જે કામ કરે તેની પ્રશંસા કરે છે. આવી માયાથી ગુરુ ઉપર અપ્રીતિ ના કારણે સ્ત્રીગોત્ર બાંધ્યું. અમે બધાએ ઘણાં કાલ સુધી વ્રત પાળ્યું. સમાધિ થી મરી છએ જગ સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ઉપન્યા. તેત્રીસ સાગરોપમ સુધી સુખ ભોગવી પૂર્વભવે બાંધેલા તીર્થકર નામકર્મના ઉદયથી ત્યાંથી એવી પ્રથમ તીર્થકર થયા. શેષ અનુક્રમે ભરત, બાહુબલી, બ્રાહ્મી, સુંદરી થયા. ત્યાં વિદેહમાં જિનેશ્વરે મને કહ્યું હતુ વજનાભ ભારતમાં પ્રથમ તીર્થંકર થશે. અને શેષ મનુષ્યપણુ પામી મોક્ષે જસે. તેથી જો ! જિનેશ્વર લિંગ દેખી મને જાતિ યાદ આવી, તેનાં દ્વારા ભિક્ષા દાન પણ જાણ્યું તે સાંભળી રાજા વિ.ના રોમહર્ષ ખડા થઈ ગયા. અને મારી પ્રશંસા કરી ઘેર ગયા. પ્રભુના પારણાના સ્થાને કોઈ ઓળઘે નહિ તે માટે શ્રેયાંસે ત્યાં રત્નમય પીટીકા કરાવી અને ત્રણે કાલ પૂજે છે. લોકો પણ તેમ કરવા લાગ્યા. કાલ જતાં સંચપુરપીઠિકા તરીકે તે પ્રસિદ્ધ થઈ. પ્રભુ પાસે દીક્ષા લઈ શ્રેયાંસ મોક્ષે ગયો. મૂલ્યવાન સુપાત્ર દાને ભવનને ધનથી ભુવનને યશથી ભય. અને ભગવાન ને રસથી ભર્યા. આત્માને નિરૂપણ સુખમાં મૂક્યો. “શ્રી શ્રેયાંસ કથાનક સમાસ ચન્દ્રની સતી કથાનક અંગ દેશમાં આભે આંબતા મોટા ખુલ્લા મકાન, નગર કોટના દરવાજા, ઝરોખા, તોરાગ, ભવન, દેવકુલથી શોભાયમાન ચંપા નામે નગરી છે. જેમ પર્વત વનરાજી (જંગલ)થી શોભિત, ગેંડાવાળો, સિંહ યુક્ત, શ્રેષ્ઠ વાંસ વાળો, સુંદર નાના મૃગલાવાળો, સુંદર મેખલા = શિખર ઉપરની સમતલ ભૂમિવાળો હોય છે. તેમ અધિકાર સમૂહ શોભિત, તલવાર વાળો, પ્રધાન સૈન્યવાળો, ઉત્તમવંશવાળો, શ્રેષ્ઠ કોટવાલવાળો, સુંદર ગતિવાળો દધિવાહન નામે રાજા દો તેને ચેડારાજાની પુત્રી શ્રાવકધર્મમાં ધારિણી નામે રાણી છે. તેણીએ એક વખત રાત્રિના છેલ્લા પહોરે ફળલથી ભરપૂર અનેક માણસોને ઉપચાર કરનારી પોતાની કાંતિથી સર્વ વનલતાને ઝાંખી પાડનારી કલ્પલતાને સ્વપ્નમાં દેખીને જાગી. રાજાને સર્વ વાત કરી. ત્રણે લોકમાં વિશેષ, ઘણાં માણસોને ઉપકારી, સર્વ નારીઓમાં પ્રધાન એવી પુત્રી થશે. એ પ્રમાણે અભિનંદન

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306