Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૨૪૧ હિંસક જાનવરવાળું, જિનેશ્વરનો સમૂહ જેમ ઘણાં સત્ત્વવાળો હોય તેમ ઘણાં પ્રાણીવાળું એવા જંગલના મધ્યભાગમાં સાથે પહોંચ્યો.
એ અરસામાં યુદ્ધે ચડેલો વિજયીરાજા જેમ ભારે તલવારની ધારથી પરપક્ષને દબાવી દે છે. તેમ ગુરુતર જલવૃષ્ટિના નિપાતથી પક્ષિયોને શાંતિ આપનાર, રાજા જેમ સૈન્યના સમૂહથી શોભે છે, તેમ નદીપૂરથી શોભનાર, રાજા ઉત્તેજિત પ્રભાવવાળા હોય તેમ ઉન્નત વિનાશવાળો જેમ રાજા ધનુષ્યવાળો હોય તેમ ઈન્દ્રધનુષ્યવાળો વર્ષાકાલ આવ્યો. વળી ચમકતી વિજળીના કડાકાથી વાતાવરણ ભયાનક થઈ ગયું. ગોકળગાયો ચાલી રહી છે. ભીના કાદવથી માર્ગમાં ચાલવું પણ મુશ્કેલ છે. દેડકાના અતિ અપ્રિય શબ્દથી દિશાઓ ભરાઈ રહી છે. વહેતી ગિરિ નદીના પૂરથી મુસાફરી અટકી ગઈ છે.
આવા વરસાદના કારણે આગળ જવાનું બંધ થઈ ગયું. તેથી ઉંચી રેતીવાળા પ્રદેશે ઢાંકીને તંબુ તાણીને સાથે રહ્યો. દિવસો જતા આખા સાર્થમાં ધાન્ય ખલાસ થઈ ગયું. તેથી લોકો સચિત્ત કંદમૂલ ફળ ખાવા લાગ્યા. પર્વતગુફામાં રહેલા મુનિઓ પણ સમાધિ ચિત્તવાળા વિવિધ તપમાં તત્પર તેમજ ધ્યાન સ્વાધ્યાયમાં મસ્ત રહે છે. વર્ષાકાલ ઘણો ખરો વીતતા છતા રાત્રીના છેલ્લા પહોરે સાર્થવાહ વિચારવા લાગ્યો કે “મારા સાર્થમાં કોણ સુખી છે ને કોણ દુ:ખી છે”? એટલામાં તેને મુનિઓ યાદ આવ્યા અરે રે ! દુ:ખની વાત છે તે મુનિઓ દુ:ખી હશે કારણકે તેઓ સચિત્ત કંદાદિને હાથ પણ લગાડતા નથી. મારા પ્રમાદને ધિક્કાર હો. જેના કારણે તપસ્વીઓને મ ન કર્યા. તેથી અપુણ્યશાળી એવા મેં જાતને (આત્માને) આલોક અને પરલોકની આપત્તિમાં નાખ્યો. કાલે સવારે સમસ્ત મુનિઓને મ કરીશ. એમ વિચારતા રાત્રિ જલ્દી પૂરી થઈ ગઈ. પરિવારે જણાવ્યું કે તે મુનિ અઠવાડિયે, પંદર દિવસે કે મહીને ગોચરી માટે આવે છે. પોતે ત્યાં જઈ જોયું તો મુનિઓના શરીર તપથી સૂકાઈ ગયા છે. શરમથી માથુ નમાવી સૂરીના પગે પડયો. સૂરીએ ધર્મલાભ આપ્યો. મેં તમારી સંભાળ ન રાખી તેની મને ક્ષમા કરો.
અવસર જાણી ગુરુએ સંવેગ ઉપજાવનારી ભવસમુદ્રમાં તરવા માટે શ્રેષ્ઠ જહાજ સમાન સુંદર દેશના આપી. તે સાંભળી તે બોલ્યો કે મારે ઘેર સાધુઓને મોકલો. જેથી શુદ્ધ ગોચરી વહોરાવું. તેનો ભાવ જાણી તેની સાથે જ સાધુ મોકલ્યા. ઘેર બધી રસોઈ જોઈ પણ કાંઈ તૈયાર ન હોવાથી રોમાશ્ચિત દેહવાળાએ તેણે ઘી વહોરાવ્યું. કાલાદિથી વિશુદ્ધ એવા તે દાન વડે તેણે મોક્ષ ફળ આપનાર સમ્યકત્વ મહાવૃક્ષનું બીજ પ્રાપ્ત કર્યું. તે બાલવૃદ્ધ વિ. બધા સાધુઓએ વાપર્યું