Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૨૨૭ સ્વીકારે છે. બધા બંદીઓને છોડાવે છે, મુનિવરોને વહોરાવે છે, જિન પ્રતિમાઓને પૂજે છે. બધાને માન આપે છે. ઘણું શું વખાણીએ રાજા પણ રાણી સાથે ત્યાં વધામણી દેવા આવે છે. વધામણી ઉત્સવ પૂરો થતા બારમાં દિવસે દેવદિત્ર નામ પાડ્યું. આઠ વર્ષનો થતા કલાચાર્યને સોંપ્યો સઘળી કલાઓ ગ્રહણ કરે છે.
રજાના દિવસે વ્યાખ્યાનમાં ગયો. ત્યાં દાનધર્મના વખાણ થઈ રહ્યા હતા. દાનથી પ્રાણીઓ પણ વશ થાય છે. દાનથી વેર નાશ પામી જાય છે. દાન સર્વ દુઃખને હારી નાખે છે. દાનથી ચકીપણું અને ઈન્દ્રપણું પ્રાપ્ત થાય છે. દાનથી યશ વધે છે. શત્રુ પણ ભાઈ બની જાય છે. દાન અનુક્રમે મોક્ષમાં લઈ જાય છે. એમ સાંભળી દેવદિને વિચાર્યું અહો! દાનજ આ લોકમાં સર્વ દુઃખને દૂર કરવામાં સમર્થ છે. અને શિવસુખ આપે છે. એવું અહી વર્ણવ્યું છે. તેથી હું તેમાં પ્રયત્ન કરું તેથી ભૂખ્યાને ભોજન વિ. વિદ્યાર્થી વિગેરેને) આપવા લાગ્યો. વળી વૃધ્ધિ પામતા ભાંડાગારમાંથી દ્રવ્ય લઈ ગરીબ દીન ભિખારી વિ.ને આપે છે. જિનપ્રતિમાને પૂજે છે. ભક્ત વસ્ત્ર પાત્ર વિ.થી સાધુ સાધ્વીની ભક્તિ કરે છે. સાધર્મિકોનું સન્માન કરે છે. તેથી ઘણા ધનનો નાશ દેખી ખજાનચીએ શેઠને કહ્યું સ્વામી ! દેવદિત્ર દાન વ્યસનથી ઘણું ધનનાશ કરે છે. શેઠે કહ્યું તું વારીશ નહિં તું તેને આપ આપનારને લક્ષ્મી પૂરાય છે. પણ તેની ગણતરી હું કેવી રીતે જાણીશ. શેઠે કહ્યું પહેલાથી ગણીને તૈયાર રાખજે તે પણ તેજ રીતે કરવા લાગ્યો, અને દેવદિન્ન પણ જેમ ઠીક લાગે તેમ આપવા લાગ્યો. એમ સમયનું પાંદડું સરકવા લાગ્યું આ બાજુ તૃષણાભિભૂત નામના ખજાનચીની મુગ્ધા નામની સ્ત્રીની કુક્ષિમાં જન્મેલી ઘણી રૂપાળી બાલા નામે કન્યા છે. અતિ પંડિત હોવાથી લોકોએ તેનું બાલ પંડિતા એવું નામ રાખ્યું. ભ્રમણ કરતી તે દેવદિત્રની નજરમાં પડી. દેખીને તેણે વિચાર્યું કે વિધાતાએ આણીનું રૂપ હાથનો સ્પર્શ કર્યા વગર ઘડ્યું લાગે છે. કારણ કે હાથથી ઘડેલાની આવી શોભા ન હોય. સર્વ રમણીયોનું રૂપ, લાવણ્ય લઈને બ્રહ્માએ આને બનાવી લાગે છે. નહિંતર આવું રૂપ ક્યાંથી હોય ? વિકાર વગરની પણ તે જ્યાં ત્યાં મંથરગતિથી જાય છે. ત્યાં ત્યાં યુવાનો કામને પરવશ બની જાય છે. ઘણું શું કહેવું ? ઘણાં માણસોને વશ કરવા માટે કામની સ્ફરિતતેજવાળી મહેશધી પ્રજાપતિએ બનાવી છે. તેજ ધન્ય છે, સૌભાગ્યશાળી છે. તેજ ધન્ય છે, તેજ સૌભાગ્યશાળી છે, તેનું જીવન સફલ છે.