Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૨૩૭
દરરોજ લોકો પોતાના પુત્ર માટે પૂછવા લાગ્યા ત્યારે બાલપંડિતા નિમિત્તે આપેલા ચિંતામણી રત્નના પ્રભાવે કુમારે યક્ષને યાદ કર્યો. તે પળે યા હાજર થયો. યક્ષે કહ્યું કયા કારણે હું યાદ કરાયો. કુમારે કહ્યું તમારી પુત્રીએ આપેલો જવાબ નિસ્તાર પામી શકાતો નથી. માટે તમને યાદ કર્યા છે. તો હું જલ્દી સર્વને લઈને આવું છું. યક્ષે તે પ્રમાણે કર્યુ. એ પ્રમાણે આ લોકમાં જ દાન ફળથી પ્રાપ્ત ચિંતામણીના પ્રભાવે સર્વ ઈચ્છા પૂરી થઈ. અને જિનસાધુ પૂજામાં તત્પર બનેલો દીનાદિને આપતો સર્વ પ્રકારે પૂર્વે ચિંતવેલા પોતાના મનોરથને પૂરતો પંચવિષયક સુખ અનુભવતો તેનો ઘણો કાલ વીતી ગયો. યોગ્ય પુત્રો થયા.
એક વખત વિચરતા વિચરતાં શીલસાગરસૂરિ પધાર્યા. તેમને વાંદવા સ્ત્રીઓ સાથે દેવદિન્ન ગયો. વંદન કરીને શુધ્ધ ભૂમિએ બેઠો. સૂરિએ ધર્મ દેશના શરૂ કરી.
સામગ્રી પ્રાપ્ત થયે છતે ધર્મમાં યત્ન કરવો જોઈએ. ભો ભવ્યલોકો! ભવરૂપી ભયંકર સમુદ્રમાં ફસાયેલા જીવોને મનુષ્યપણું, આર્યદેશ વિ. સામગ્રી સુખથી પ્રાપ્ત થતી નથી. પૂર્વનાં શુભકર્મોથી આ સામગ્રીને પ્રાપ્ત કરી આપણે ધર્મમાં મન લગાડવું જોઈએ. તે ધર્મ બુધ્ધિશાળીઓએ બે પ્રકારનો કહ્યો છે. ત્યાં સુધી અનંતા દુઃખો, રાગાદિની પરંપરા, કર્મની ઉત્પત્તિ, જન્મની પરંપરા, સર્વ વિડમ્બના, માણસો આગળ, દીન વચનો બોલે છે. દુર્ગતિની પ્રાપ્તિ, રોગોનો પ્રાર્દુભાવ ભયંકર સંસાર છે. જ્યાં સુધી જિનેશ્વરે ભાખેલો સદ્ધર્મ જીવોએ પ્રાપ્ત કર્યો ન હોય. ત્યારે કોઈક દૈવયોગથી સદ્ધર્મ પ્રાપ્ત થાય છે. ત્યારે પાપનો નાશ કરી જીવો અનંત આનંદથી સર્વ દુઃખથી રહિત પરમગતિને પામે છે.
દીક્ષાની ભાવના થતાં દેવદિન્ને ગુરુને કહ્યું કુટુંબને સ્વસ્થ કરી આપની પાસે દીક્ષા લઈશ. ગુરુએ કહ્યું તું થોભીશ નહિં. ‘‘હું પણ એમજ ઈચ્છું છું.’’ એમ કહી ઘેર જઈ મોટા પુત્ર ધનપતિને ઘરનો ભાર સોંપ્યો. જિનાલયોમાં અષ્ટાહ્નિકા મહોત્સવો કરાઈ રહ્યા છે, સાધુ સાધ્વી સમુદાયને વહોરાવી રહ્યા છે, સાધર્મિકોની ભક્તિ થઈ રહી છે. દીન, અનાથ વિ.ને દાન અપાઈ રહ્યા છે. એમ જોરદાર ઠાઠમાઠથી પત્નીઓ સાથે ગુરુ પાસે સંયમ સ્વીકાર્યો. ગુરુએ હિત દિક્ષા આપી.
ભો ! અહીં પણ પ્રથમ અમૃતને પીનારા દીક્ષીત જીવો નિર્બાધ સુખથી પૂર્ણ થાય છે. તે ભાગવતી દીક્ષા અત્યારે તમે પ્રાપ્ત કરી લીધી છે. હવે