Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
૨૩૬
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ એમાં ચિંતામણી છે. તેથી હર્ષથી તેને ગ્રહણ કર્યું. યક્ષને સન્માની ચંદ્રશેખર ગયો. તે કન્યાઓને વિદ્યાના પ્રભાવથી વાસભવન વિકુવ્યું. ત્યાં તેમની સાથે વિલાસ કરી કુમાર સુઈ ગયો, એ અરસામાં ભવિતવ્યતાના યોગે, અમારી બેન શું કરે છે... તે માટે વિદ્યાનો ઉપયોગ કર્યો ત્યારે અવલોકિની વિઘાથી વૈલોક્યદેવીએ દેખ્યું કે “અવધિ પૂરો થયો પણ હજી મારો ભરથાર આવ્યો નથી. તેથી સવારે હું અનશન લઈશ. એમ નિશ્ચય કરી મલિન પાંચ વસ્ત્રો ધારણ કરનારી કાઉસગ્નમાં રહેલી, બાલપડિતાને જોઈ. જો સવારે આર્યપુત્ર ત્યાં નહિં જાય તો આ મહાનુભાવ ચોક્કસ અનશન લેશે. એમ વિચારી યક્ષ પાસે ગઈ. સર્વ બીના કહી યક્ષે પણ આ વાત બરાબર છે. એમ જાણી કહ્યું કે હે વત્સ ! તું જલ્દીજા સવાર થવા આવી છે.
પોતાનો નોકર ધરણીધર નામનો યક્ષ તેમની સહાયમાં આવ્યો તેણે પણ મહાવિમાન વિકવ્યું. તેમાં રત્ન, મણિ, મોતી, વિમ, સોનું વિગેરે ભર્યું અને સુતેલાજ કુમારને વિમાનમાં ચઢાવ્યો. પરિવાર સાથે તે કન્યાઓ પણ ચઢી. ધરણીધરે આંગલીથી ધારી વિમાનને ઉપાડ્યું તે વેગથી જવા લાગ્યું ત્યારે ઘૂઘરીના અવાજથી કુમાર જાગી ગયો આ શું ? એમ ત્રૈલોક્ય સુંદરીને પૂછયું તેણીએ પણ સર્વ હકીકત જણાવી. ત્યારે ગામ નગરાદિ દેખતો જલ્દી પોતાના નગરે પહોંચ્યો. સાધ્વીના વસતિમાં કાઉસગ્નમાં રહેલી બાલપણ્ડિતાને જોઈ. રૈલોક્યદેવીએ તેની ઉપર દેવદૂષ્ય વસ્ત્ર નાંખ્યું ત્યારે સંભ્રમથી કાઉસગ્ગા પાલી ઉપર જોયું વિમાન દેખી સંભ્રમથી અંદર ચાલી ગઈ. આ શું છે ? એમ સાધ્વીઓને પૂછ્યું. સાધ્વીઓએ કહ્યું તારા તપપ્રભાવે દેવ આવ્યો લાગે છે. એટલામાં વિમાન નીચે ઉતર્યું અને સૂરજ ઉગ્યો. વિમાનમાંથી નીચે ઉતરી નિસીહી કહી ઉપાશ્રયમાં પેસી સાધ્વીઓને કન્યાઓએ પ્રણામ કર્યા. અને બાલપંડિતા પોતાના પતિને દેખી સંભ્રમથી ઉભી થઈ, સામે આવી કુમારે તે કન્યાઓને બાલપંડિતાના પગમાં પાડી. તે સાંભળી રાજાદિનગરજનો માં બાપ વિ. સ્વજનવર્ગ ત્યાં આવ્યો. ત્યારપછી ધરણીધરને વિર્સજન કર્યો. સર્વ દ્રવ્ય લઈ મહાવૈભવથી પોતાના ઘેર ગયો. વધામણી શરુ થઈ. વણિકપુત્રોના પરિવારે કુમારને તેમનો વૃતાંત પુક્યો; ત્યારે કુમાર કાંઈ ઉત્તર આપતો નથી. તેટલામાં વિદ્યા પ્રભાવથી વાસ્તવિકતા જાગી રસમાં ભંગ ન પડે તે માટે તૈલોક્ય દેવીએ ઉત્તર આપ્યો કે આર્યપુત્ર વિમાનમાં જલ્દી આવી ગયા છે. તેઓ તો સ્થલમાર્ગથી પ્રસ્થિત થયા હોવાથી થોડો કાલ પછી આવશે. અહો મારી પ્રિયાની કેવી વચન ચતુરાઈ છે તેથી કુમાર ઘાગો ખુશ થયો.