Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
૨૨૮
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ જે ભ્રમરની જેમ આગીના વદનકમલમાં પરાગનો રસ પીએ જે આણીના અતિ વિસ્તૃત સનસ્થલ ઉપર લાકડીથી ફટકારેલા સાપની જેમ આળોટતો નથી તેનું જીવન શું કામનું ? સુરત સુખરૂપી અમૃત જલથી ભરેલી દિવ્યનદી સમાન આ સ્ત્રીના સર્વે અંગોમાં હંસની જેમ સ્નાન કીડા કરે છે. તે ધન્ય છે. એમ અત્યંત અનુરક્ત થયેલો વિચારવા લાગ્યો આ મારી કેમ થશે ? હા જાણ્યું તેણીના પિતાને દાનાદિ કરું.
જેને ગ્રહણ કરવા ઈચ્છતા હો તેને પહેલા મનોહર હાર આદિથી પકડો, પાછળથી નૈવેદ્યથી વશ થયેલ ના પાસે કાર્ય અકાર્ય કરાવો.
જે હું આણીને ન મેલવું તો મારે અહિંથી નીકળી જવું તેથી કોઈને ખબર ન પડે તેમ આ વાત તેણીના પિતાને અને તેણીને જગાવું. તેથી બીજા દિવસે તૃષાભિભૂતને શ્રેષ્ઠ હાર આપ્યો. તેણે કહ્યું સ્વામી! આ હાર કેમ ? કુમારે કહ્યું હાર હું છું વળી તમે પ્રતિહાર તેથી તમને આ સોંપ્યો. તમને જેમ યોગ્ય લાગે તેમ કરો. તેણે પણ વાસ્તવિકતા નહિં જાગવાથી કુમારના આગ્રહથી ગ્રહણ , બાલપડિતાને આપ્યો. તેણીએ પિતાશ્રીને હાર સંબંધી પૂછયું - પિતાએ કહ્યું દેવદિ આપ્યો છે. કુમારના દર્શનથી અતિશય ગી બનેલી બાલપરિતાએ પહેલાં જ કુમારના ભાવને ઓળખી લીધો હતો. છતા પરમાર્થ જાણવા સારુ પુછયું કે તાત ! બીજું કાંઈ કુમારે કહ્યું હતું ? તેણે આમ કહ્યું છે.
ત્યારપછી પરમાર્થ જાણીને તે બોલી જે કારણે તે કુમાર ધનનાશ કરે છે. તે હાર (કુમાર) પ્રકારથી (દયથી) બહાર ન કરાય પણ હૃદય ઉપરજ ધારણ કરવાનો હોય છે. જેથી સુખ મળે બાપતો કશું સમજી ન શકવાથી કાંઈ પણ બોલ્યો નહિ. તેણીએ પણ વિદગ્ધતા બુધ્ધિથી આ પ્રયોજન સિધ્ધ થશે. એમ વિચારી અવસરે માતાને વિનવવા લાગી.
હે માતા ! મને તું દેવદિત્રને આપ. મા બોલી પતિ થઈને અજ્ઞાની જેવું શું બોલે છે. કારણ કે તારો બાપ પણ તેનો નોકર છે. તો પછી તેની સાથે તારો સંબંધ ક્યાંથી થશે ? તેથી અન્ય કોઈ સમાન વૈભવવાળાને વર. તે બોલી માતા ! તું પ્રયત્ન તો કર નહિતર ખાટલાથી પડેલાને ધરતી તો છે. તે જ પ્રમાણે સ્થિર રહી. તેણીનો દઢ અનુરાગ જાણી મુગ્ધાએ ચંદ્રપ્રભાને યથાવસ્થિત વાત કરી, તેણીએ શેઠને કહ્યું ત્યારે શેઠ બોલ્યા તેણીનો બાપ શ્રામય પુત્ર હોવા છતાં આપાગો નોકર છે. પાગ કુમારના દોસ્તારોએ મને