Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
૨૨૬
નમૂળ શુદ્ધિ ભાવાનુવાદ રાજાએ શેઠને કહ્યું તારે પુત્ર નથી તો તેના માટે મારી કુળદેવી ત્રિભુવનશ્રીને આરાધ. તે પ્રગટ પ્રભાવી છે. આરાધતા જે માંગો તે આપશે. શેઠે કહ્યું, આ કરવાની શી જરૂર; જો પૂર્વના કર્મમાં લખેલું હશે તો પુત્ર થશે. રાજાએ કહ્યું તમારી વાત સાચી પણ મારા આગ્રહથી આમ કર ત્યારે રાજાભિયોગ માની સર્વ સ્વીકારી શેઠ ઘેર આવ્યા. શેઠાણીએ કહ્યું નાથ ! આમ કરવાથી સમકિતને લાંછન લાગશે. શેઠે જવાબ આપ્યો રાજાભિયોગથી કરવામાં સમકિત મલિન ન થાય તેથી બીજા દિવસે સર્વ પૂજા સામગ્રી લઈ પત્ની સાથે ત્રિભુવનશ્રીના મંદિરે ગયો. સ્નાન વિલેપન પૂજાદિ કરાવીને દેવીને કહ્યું છે ભગવતી! રાજા કહે છે કે દેવી પાસે પુત્ર માંગ તેથી તું મને પુત્ર આપ, દેવીએ વિચાર્યું અહો ! આની નિરપેક્ષતા કેવી છે. છતાં પણ પોતાની પ્રસિદ્ધિ ખાતર પ્રભાવ દેખાડું, એમ વિચારી દેવીએ કહ્યું હે ભદ્ર તારે પુત્ર થશે. શેઠે કહ્યું એમાં ખાતરી/સહેલાણી શું ? થોડોક દુભાવું એમ વિચારી દેવીએ કહ્યું
જ્યારે ગર્ભ થશે ત્યારે તારી પત્ની દેવ વાંદવા સારા જિનાલયમાં પ્રવેશતી જિનાલયને પડતું સ્વપ્નમાં દેખશે.
પુત્ર ધર્મનો શત્રુ થશે એથી થોડોક દુભાયેલો મનવાળો શેઠ ઘેર ગયો એક વખત દેવીએ કહેલું સ્વપ્ન જોઈ શેઠાણી જાગી શેઠને જઈને કહ્યું મેં તે સ્વપ્નમાં થોડુ વિશેષ જોયું છે. કે હું પૂજાના ઉપકરણ લઈને જિનાલયમાં જાઉ છું તેટલામાં મને જિનાલય પડતું દેખાયું ઉપરના પડવાના ભયથી મેં ઉપર દેખતા દેખતા પ્રભુની પૂજા કરી અને બહાર નીકળું છું ત્યારે સર્વ નવું બનેલું તેમજ પહેલા એક ધ્વજા હતી પાછળથી શ્રેષ્ઠ પાંચ ધ્વજાથી શોભતું જિનાલય જોઈ હું જાગી. હવે આપ કહો તે પ્રમાણે શેઠે કહ્યું શરૂઆતમાં કડવું છતા સુંદર પરિણતિવાળું છે. તેથી તારો પુત્ર પ્રથમ આપત્તિ ભોગવી પાછળથી મહાદ્ધિવાળો થશે. શેઠાણીએ હા કહી. અને સ્વપ્નગ્રંથી બાંધી ત્યારપછી પૂર્ણ થતાં સર્વ મનોરથવાળી શેઠાણીએ સર્વાગ સુંદર પુત્રને જન્મ આપ્યો. શુભંકર નામની દાસીએ શેઠને વધામણી આપી. તેણીને ઈનામ આપી, વધામણીનો ઉત્સવ કર્યો.
ગંભીર શબ્દવાળા વાજિંત્રો વાગે છે. નર્તકીઓ નાચે છે. શત્રુને પણ શત્રુરૂપે ગણ્યા વગર દાન આપે છે. મહાજન વધામણી આપવા આવે છે.
આચાર ને વિષે મતિ કૃત્યોથી પુષ્ટ થાય છે. તથા સ્વજનોના દિલ ઉપચારથી જીતાય છે. અર્થાત્ વશ થાય છે. અથવા સ્વજનો ઉપચાર વિનયને