Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
૨૨૪
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ભાખેલું હું ચારિત્ર લઈશ. પણ અમારો એક સંશય છે. તે દૂર કરો અને અને રાજશ્રીને બાલપણામાં સ્વજનનો વિયોગ વિ. તથા દારિદ્ર કેમ આવ્યું ? ભગવાને કહ્યું કે મહાત્મા તું સાંભળ...
અહીંથી પૂર્વના ભવમાં નંદિવર્ધન ગામમાં કુલવર્ધન નામે કુલપુત્ર હતો. રાણી પણ શાન્તિમતી નામે તારી ઘરવાળી હતી, તમે સ્વભાવથી હળુકપાયવાળા અને દાનરુચિવાળા હતા. એક દિવસ વિહાર કરતા તમારા ઘેર સાધુ યુગલ આવ્યું તેને દેખી તે કહ્યું હે પ્રિયે ! આ જો દાન નહિ આપનારા તથા કુટુંબ સુખી સ્વજન પાલન પોષણ કરનાર ન હોવાથી ભિક્ષા માટે ફરે છે. સ્વજન વગરના એઓને વળી તપ શેનો ? શાન્તિમતીએ પણ હાંમાં હા મલાવી તેમાં સંદેહ નથી આર્યપુત્રે સારું જા તેના નિમિત્તે સ્વજન વિયોગનું ગાઢ કર્મ બાંધ્યું.
આ બાજુ તે ગામમાં ઘણા ઘનથી સમૃદ્ધ જિનાલય હતું. મહા ધનવાન જિનદેવ શ્રાવક તે દ્રવ્યને સંભાળે છે. એકવાર જિનદેવે વચન અનાદરથી તારો પરાભવ કર્યો. શાન્તિમતીને વાત કરી તે બોલી હે નાથ ! તે દેવનો નોકર દેવદ્રવ્યથી મોહાંધ બનેલો છે. કશું જોતો નથી, તેથી તે દેવદ્રવ્ય કોઈ પણ રીતે નાશ પામી જાય તો સારું - તે પણ તેની અનુમોદના કરી, તે સંકલિષ્ટ પરિણામથી દારિદ્ર માટે કર્મ બાબું; તે પાપની આલોચના કર્યા વગર મરી તમે દેવધર રાજશ્રી થયા.
તે સાંભળી બંનેને જાતિસ્મરણ થયું અને તેનાથી સર્વ બીના જાણી
હે ભગવન ! પણ આ રાજ્ય કયા કર્મનું ફળ છે ? ભગવાને કહ્યું આ ભવમાં તમે સાધુ સાધ્વીને ભક્તિથી દાન આપ્યું તેનું જ આ ફળ છે. આગમમાં કહ્યું છે કે... આલોકમાં કરેલા કમ આલોકમાં ઉદય પામે છે. આલોકમાં કરેલા કમોં પરલોકમાં ઉદય પામે છે. પરલોકમાં કરેલા કર્મો આ લોકમાં ઉદય પામે છે. પરલોકમાં કરેલા કમોં પરલોકમાં ઉદય પામે છે. તેથી હંમેશા શુભ અનુષ્ઠાનમાં પ્રયત્ન કરવો જોઈએ. ઈચ્છે' કહી ઘેર જઈ પુત્રને રાધે સ્થાપી રાજા રાણીએ ઠાઠ માઠથી સંયમ ગ્રહ્યો. નિષ્કલંક જીવન પર્યત ચારિત્ર પાળ્યું અને અંતે અનશન કરી બારમાં દેવલોકે ગયા.
ત્યાંથી આવી મહાવિદેહમાં મોક્ષે જશે.
દેવધર કથા સમાપ્ત