Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
૫૦
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ હતો. તેટલામાં પથથી પરિભ્રષ્ટ સાધુ સમુદાય ભમતો દેખાયો. ત્યારે અનુકંપાથી મનમાં શિખરસેન વિચારવા લાગ્યો. “આ વિષમ પ્રદેશમાં એઓ કેમ ભમે છે ?” સાધુઓએ કહ્યું હે શ્રાવક ! અમો માર્ગ ભૂલી ગયા છીએ. ત્યારે શિખરસેન શ્રીમતીને ઉદ્દેશીને કહેવા લાગ્યો ! હે દેવી! જો તો ખરી આ ગુણના ભંડાર ભાગ્ય વશથી આજે કેવી અતિવિષમ દશાને પામ્યા છે. ત્યારે શ્રીમતિએ શિખરસેનને કહ્યું હે સ્વામીનાથ ! એઓ મહાતપસ્વી છે. ભયાનક વિંધ્ય વનથી આ પુણ્યશાળીઓને પાર ઉતારો અતિવિષમતપથી પરિક્ષીણ શરીરવાળા આવાં સાધુઓને ફળમૂળાદિથી તૃપ્ત કરો. એમને પ્રણામ કરવો તે ખરેખર નિધાન મેળવવા સમાન છે. એમ કહીને સંભ્રમ અને હર્ષના વશથી રોમાશિત દેહવાળા શિખરસેન ભિલ્લપતિએ સુંદર ફળમૂળ લઈને લાભ દેવા
સાધુઓએ કહ્યું અમારે વર્ણગંધથી રહિત થયેલા ખપે. તોપણ અમારા ઉપર ઉપકાર કરો, નહિં તો અમને ઘણું જ દુઃખ થશે. ઘણાં ગુણોને પેદા કરનારી શ્રેષ્ઠ શ્રદ્ધાને જાણી તેઓના હૃદયમાં અન્યગુણોની વાવણી કરવા સારુ સાધુઓએ કહ્યું છે તમારો આટલો બધો આગ્રહ હોય તો લાંબા કાળથી ગ્રહણ કરેલાં વર્ણ ગંધાદિ જેનાં બદલાઈ ગયા છે એવા ફળો વહોરાવો તેવાં પ્રાસુક ફળથી પડિલાભી ભાર્યા સાથે પોતાને કૃતાર્થ માનતો રસ્તે ચડાવા ગયો. સાધુઓએ જિનધર્મ ઓળખાવ્યો. - કર્મનો ઉપશમ થવાથી સહર્ષ તેઓએ સારી રીતે તે ધર્મને સ્વીકાર્યો અને શાશ્વત શિવસુખના કારણભૂત નવકાર આપ્યો. બહુમાન ભક્તિસમૂહથી પૂર્ણ અંગવાળા તેઓએ ગ્રહણ કર્યો. તથા તેઓનો જન્મ કર્માનુભાવને ચરિત (યોગ્ય) અનુસરનારો જાણી પખવાડીયામાં એક દિવસ સર્વસાવધ આરંભ છોડી એક સ્થાને બેસી નવકારનું સ્મરણ કરવાનું કહ્યું. અને શરીરનો ઘાત કરનાર ઉપર પણ ક્ષમા રાખવી. આવી રીતે જિનધર્મને સેવતા તમોને ટુંક સમયમાં ચોક્કસ મનોહર દેવની સુખસામગ્રી પ્રાપ્ત થશે. હર્ષ ધેલાં બનેલાં તેઓએ મુનિવચન સાંભળી “અમો એ પ્રમાણે કરીશું.” એમ સ્વીકાર કર્યો. સાધુઓ તો ગયા અને તેઓ વધતાં જતાં શુદ્ધ ભાવથી તે પ્રમાણે કરવા લાગ્યા. પણ એક દિવસ પૌષધ પ્રતિમાને સ્વીકારી અનુસ્મરણ કરતા હતા ત્યાં તો એક વિકરાળ વિંધ્યશિખર ઉપર હાથીઓના ગંડસ્થલ ભેદવામાં તત્પર રહેનાર, હાલતાં ડોલતાં પીળાવાર્ણની કેશરસટાવાળો ગર્વિષ્ઠ સિંહ આવ્યો ત્યારે શિખરસેને ભયભીત શ્રીમતીને દેખી ડાબા હાથ બાજુ રહેલા ઉદ્દામ ધનુષ્યને ગ્રહણ કર્યું