Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
અશન, ખાદિમ, પાન, સ્વાદિમ દવા વસ્ત્ર પાત્ર ઓઘો અને કાંબલી કહ્યું છે કે અશન, ભાત, સાથવો, મગ, જગારી, ખાજા, ખીર, સૂણ ખાખરા, પૂરી વિ. અશન કહેવાય છે.
ભૂંજેલા ચણા ગવિ., ગોળ થી સંસ્કૃતદાંતણ વિ. ખજૂર, નાલિયેર દ્રાક્ષ વિ. કાકડી, કેરી, પનસ વિ. અનેક જાતના ખાદિમ છે.
૧૯૪
રાબ, જવ વિ. નું ધોવણ, અનેક જાતની મદિરા વિ. સર્વજાતનું પાણી, કાકડી વિ. ના રસથી મિશ્રીત પાણી આ બધુ પાનમાં આવે છે.
દાંતણ, અનેક જાતના નાગવેલના પાન, સોપારી એલાચી વિ. તંબોલ તુલસી સુરસા (તુલસીના પાન આવે છે.) અજમો, જેઠીમધ, પિવર, સુંઠ વિ. સ્વાદિમ છે.
ભેષજ-અનેક દ્રવ્યથી તૈયાર થયેલ, નારંગીનો અર્ક વિ., અથવા કોઈ પણ જાતનું પથ્ય; ઓસડ-એકજ દ્રવ્યથી તૈયાર થયેલ.
पीढगं फलगं चैव सेज्जा संथारगं तहा । धम्मोवगरणं णाणा णाणाईण पसाहणं ॥ ८४ ॥
આસન, પાટ શરીર પ્રમાણ તે શય્યા અને અઢી હાથ પ્રમાણ સંથારો જે ઉનનો હોય છે; તેવા પ્રકારનાં બીજા પણ ધર્મનાં ઉપકરણ તેમજ જ્ઞાનાદિના સાધન હોય તે સાધુને આપવુ જોઈએ. ૫૭૯-૮૪૫
હવે દાન દેનારને આલોક ને પરલોક સંબંધી જે ફળ મળે છે તેના વિષેના દ્રષ્ટાન્તો ગાથાવડે કહે છે..
असणाइंण दाणेणं इहई भोगसंपया । इट्ठा दिट्ठा य दिट्टंता मूलदेवाइणो बहू ||८५ || परलोगम्मि सत्थाहो धणो गामस्स चिंतओ । सेयंसो चंदणा दोणो संगमो कउन्नओ ॥८६॥
અશનાદિનું દાન આપવાથી આલોકમાં ઈષ્ટભોગ સંપદા પ્રાપ્ત થાય તેનાં વિષે મૂળદેવ વિ. ઘણાં દાખલા મળે છે.
પરલોક સંબંધમાં ધનાસાર્થવાહ (આદિજિનનો જીવ) નયસાર (ગ્રામચિંતક) શ્રેયાંસકુમાર, ચંદના આ બંનેને પરલોક રૂપે મુક્તિપદની