Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
૨૧૮
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ નથી, તે ધન હે પ્રિય ! તેફા સમાન છે, જે ધન પોતાના શરીર માટે, મિત્રો માટે, દીન-અનાથ માટે ઉપયોગી થતું નથી. તે ધૂળ સમાન છે.
તેથી આ મૂચ્છથી સંગ્રહી રાખવાથી શું ફાયદો ? તેણે પણ કહ્યું આ પરિસ્થિતિમાં કયો ઉપાય છે ? રાજશ્રીએ કહ્યું શેઠ પુત્રી કામશ્રી ને પરણો. જેથી સર્વ કામ થઈ જશે. તેને કહ્યું મારે તને મૂકીને અન્યની જરૂર નથી. રાજશ્રી બોલી હે નાથ ! ગુણ દોષની વિચારણામાં જે ઘણાં ગુણવાળુ હોય તે કરવું જ જોઈએ. જે તારો આવો આગ્રહ હોય તો કહો તે કયા ઉપાયથી મેળવવી ? રાજશ્રી બોલી તમારે તો તે પરિચિત જ છે. માટે ફળ વિ. થી ખુશ કરો. હું પણ વિભૂષા થી રાજી કરીશ જેથી કહ્યું છે કે -
અત્રપાનથી છોકરીને, વિભૂષાથી યુવતિને, વેશ્યાને ઉપચારથી વૃદ્ધાને સેવાથી વશ કરવી, અને કમલશ્રી બાલા અને યૌવનના મળે છે, માટે આવી રીતે જ વશ થશે. તેં સારું કહ્યું - એ પ્રમાણે અંગીકાર કરીને દેવધર તેણીને ફળ વિ. આપવા લાગ્યો. તેથી દેવધરની પાછળ પાછળ તેનાં ઘેર જાય છે. અને રાજશ્રી દરરોજ તેને વિભૂષિત કરે છે.
- ઘેર ગયેલી એવી તેણીને (કામશ્રીને) માતાએ પૂછયું ? તને ફળ વિ. કોણ આપે છે ? તને કોણ વિભૂષિત કરે છે ? દેવધર ફળાદિ આપે છે અને બાઈ રાજશ્રી વિભૂષિત કરે છે. આ દેવધર અને બાઈ કોણ છે? એક વખત દેવધર સાથે આવતી પુત્રીને દેખી તેની માતા બોલી હે બેટી! તું તો આખો દિવસ આની પાછળજ પડેલી દેખાય છે. તો શું તું આની સાથે લગ્ન કરવાની છે? તે બોલી એમાં કોઈ સંદેહ નથી. જો મને તું બીજાને આપીશ તો હું આપઘાત કરીશ.
માતાએ કહ્યું ગાંડી ! તેને તો બીજી ઘરવાળી છે, તે બોલી તે તો મારી બ્લેન છે. એના સિવાયના મારે પૈસાદાર વર પણ ન જોઈએ. પુત્રી આગ્રહ જાણી શેઠે પણ હા પાડી કારણ કે દેવધર ગુણોમાં અજોડ છે. તેનું દારિદ્ર દૂર કરવામાં હું સાથ આપીશ. પણ આની સ્ત્રીને પ્રાર્થના કરું, સંપદાએ તત્તિ કહી વાત સ્વીકારી. શેઠે દેવધરને ફરમાવ્યું કે તારી પત્ની અમને દેખાડ. દેવધરે. કહ્યું જેવી પિતાશ્રીની આજ્ઞા અને રાજશ્રીને બુમ પાડી અને તે આવી શેઠના ચરાગે પડી. તું 'અખંડ સૌભાગ્યવતી થા” એમ બોલી પોતાના ખોળામાં બેસાડી બધી નારીઓ કરતા વધારે રૂપાદિની શોભા દેખી ધન શેઠ વિચારવા લાગ્યા.
ભારે અનુરાગમાં રકત, અનુપમ દેહવાળી એવી આ રાજશ્રીના સર્વ