Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
૨૦૦
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ અત્યંત ખુશ થયેલા રાજાએ શરીર ઉપર રહેલું આભૂષણ આપી દીધું. વિમલસિંહે કહ્યું પાટલીપુત્રમાં મૂળદેવનો પણ આવો વિજ્ઞાન પ્રભાવ કલાતિશય છે. અને બીજો અહીં છે ત્રીજો કોઈ એવો નથી. તેથી મારા મતથી આણીને મૂળદેવ પછીનો કલામાં નંબર આપો અને નર્તકીપદ આપો. રાજાએ આપ્યુ ત્યારે દેવદત્તાએ પગે પડીને રાજાને કહ્યું આપની મોટી મહેરબાની પણ કમ આવો છે કે પ્રથમ લાભ ઉપાધ્યાયનો હોય છે અને આ મારો ઉપાધ્યાય છે. હવે શું કરવું ? તે આપના હાથમાં છે. રાજાએ કહ્યું હે મહાનુભાવ ! આની આ વાત માનો. મૂળદેવે કહ્યું જેવી આપની આજ્ઞા દેવદત્તા બોલી - આપની મોટી મહેરબાની થઈ.
આપનો ખુબ ખુબ આભાર.
એ અરસામાં મૂળદેવે વીણા વગાડી. જેનાથી (મૂળદેવે) રંગમંચ ઉપર રહેલાં સર્વજનોનું મન આકપ લીધુ. વિમલસિંહે કહ્યું આ ગુપ્ત વેશે મૂળદેવ જ હોવો જોઈએ. બીજાને એવું કલા વિજ્ઞાન નથી. તેનો કોઈ અન્ય ઉપાધ્યાય નથી. રાજ આદેશથી આખી ધરતી ભમ્યો. પણ એમાં તેવું રત્ન મેં જોયું નથી. તેથી તમે ધન્ય છો. તમારી પાસે આવા કલારત્ન છે. ત્યાર પછી રાજાએ મૂળદેવને કહ્યું.
હે મહાનુભાવ! અમને મોટુ કૌતુક હોવાથી તમે મારા અનુરોધથી તમે આત્મ સ્વરૂપ ને પ્રગટ કરો. ત્યારે હાસ્ય પૂર્વક ગુટિકા કાઢી, મૂળદેવને જોઈ વિમલસિંહ તરતજ ભેટી પડ્યો. અને મૂળદેવ રાજાના પગે પડ્યો. રાજાએ તેનું સન્માન કર્યું. તેના ઉપર અત્યંત અનુરાગી બનેલી દેવદત્તા તેની સાથે વિષયસુખ અનુભવતી રહે છે.
મૂળદેવને સઘળાં વ્યસનોમાં જુગારનું એવું ભારે વ્યસન હતુ કે ક્ષણમાત્ર પણ તેનાં વગર રહી શકતો નથી. તેથી દેવદત્તાએ કહ્યું હે પ્રિયતમ ! ચંદ્રને જેમ હરણનું કલંક છે. તેમ સર્વ ગુણભંડાર એવા તમારે ધુતવ્યસન કલંક રૂપ છે. કારણ કે અનેક દોષોનું કારણ છે. કહ્યું છે
વિદ્વાનોએ જુગારને ધન નાશ કરનાર નિન્દ, કુલશીલને દૂષિત કરનાર સર્વ પાપોનું જન્મસ્થાન, લોકમાં હલ્કો બનાવનાર, દુષ્ટમનનું મૂળકારણ અવિશ્વાસ ઉપજાવનાર અને પાપમાં પ્રવર્તાવનાર કહેલો છે. એટલેકે પાપ વિના જુગાર ન ખેલાય. કુલને કલંક, સત્યનો પ્રતિપક્ષ = ઝુઠ, વડીલોની. લજજાનો નાશ શૌચનો ત્યાગ = ચોરી, ધર્મમાં અત્તરાય, અર્થનો નાશ, પુત્ર પત્ની