Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
૨૧૨)
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ મને ગર્ભવતી મૂકી પરદેશમાં ગયો છે. તેથી મારે જે સંતાન થશે તે હું તને અવશ્ય આપીશ. જો આમ છે તો મારા ઘેર આવીને રહે. કારણ કે મારે પણ ગર્ભ રહેલો છે. તેથી જો ભાગ્યયોગે એક સાથે આપણે બંને જન્મ આપીએ તો ઘણું સારું થઈ જાય. અને ગુપ્ત વાત કોઈને કહેવી નહિં. તેવુ માની ત્યાં જ આવી ગઈ. કર્મ ધર્મના યોગે એક સાથે સંતાનોને જન્મ આપ્યો. અને મરેલા તથા જીવતા સંતાનની અદલા બદલી કરી લીધી. કેટલાક દિવસે કોઈક રોગથી પ્રિયમતી મરી ગઈ. સુંદરીએ લોકમાં અનેક પ્રકારનાં મહોત્સવ કર્યા ઉચિત સમયે પુત્રનું દેવધર નામ રાખ્યું તે આઠ વર્ષનો થયો. બોત્તેર કલા ભણ્યો. તેટલામાં મા બાપ સ્વર્ગે સીધાવ્યા. તેનો સ્વજન ધર્મ લગભગ નાશ પામેલો હતો. તેથી ધનવૈભવ બધો ખલાસ થઈ ગયો. સાવ એકલો પડી ગયો. અને દારિદ્રથી ઘેરાયો. આજીવિકા નહિં ચાલતા ધન શેઠના ઘેર નોકરી કરે છે. અને ત્યાં જ જમે છે. કૂલવાન અને શ્રાવક હોવાથી દરરોજ દેરાસર જાય છે. ચૈત્યને વાંદે છે. સાધુ-સાધ્વીને વાંદવા ઉપાશ્રયે જાય છે. વખત જતા કોઈક પર્વના દિવસે સંપદા શેઠાણીએ સારું ખાવાનું આપ્યું. તે વખતે સર્વ સંગને છોડેલા અનેક તપ ચારિત્રથી સુકાયેલા શરીરવાળા, અગ્યાર અંગ ભણેલા. જગતમાં દુર્જય એવા કામદેવને જેને જીતી લીધો છે, ત્રણ ગુતિથી ગુમ. પાંચ સમિતિથી સમિત, સત્વવાળા, શત્રુમિત્ર ઉપર સમદષ્ટિવાળા એવા બે સાધુ ત્યાં આવ્યા.
તેમને દેખી દેવધરના રોમકૂપ ખડા થઈ ગયા. અને વિચારવા લાગ્યો. અહો ! આજે મારી સામગ્રી દુર્લભ થઈ ગઈ. કારણ કે ચિત્ત વિત્ત પાત્ર ત્રણે પુગ્યયોગે મળે છે. તેથી પોતાના જીવને સાધુને વહોરાવી સાફ કરે. એમ વિચારી મુનિના ચરણે જઈ વિનવવા લાગ્યો. હે ભગવન આ સ્વીકારી મારા ઉપર ઉપકાર કરો. વર્ધમાન ભાવો જોઈ સાધુએ પાત્ર ધર્યું. હર્ષ વશે તેણે બધુ પાત્રમાં વહોરાવી લીધું. આજે હું કૃતકૃત્ય બની ગયો. એમ ભાવના ભાવી તેજ સ્થાને થાળી આગળ કરીને બેઠો.
આ વખતે જમવાના સમયે દેવને વાંદવા અંદર જતાં શેટે તેને દેખ્યો. શેટે કહ્યું હે સંપદા ! દેવધરને પીરસી દે. તે બોલી મેં આને અમુક અમુક સારું ભોજન પીરસ્યું હતું. એણે બધુ સાધુને આપી દીધું. શેઠે કહ્યું આ ધન્ય છે. જેણે આવું કર્યું છે તેથી ફરીથી પીરસ. તે બોલી આ બાબતમાં હું કાંઈ જાણું નહિ. શેઠે કહ્યું અનુમોદનાના ઠેકાણે ખેદ ન કરવો. કેમકે અનુમોદના પણ તુલ્ય ફળ આપનારી થાય છે કહ્યું છે કે આત્મહિતને આચરતો અનુમોદના