Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
૨૧૦
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
કરું (મનુષ્ય સુખ અપાવું) આપની કૃપા ! બંને એક શેઠિયાના ઘેર ગયા. ખાતર પાડીને ‘મંડિકે ઘણું ધન કાઢ્યું. અને મૂળદેવના માથે ઉપડાવ્યું. માર્ગે ચલાવ્યો અને પોતે હાથમાં તલવાર લઈ તેની પાછળ ચાલ્યો. જીર્ણ બાગમાં ગયા. ભૂગર્ભના દ્વારને ખોલી અંદર પેઠો ત્યાં તેની રૂપાળી જુવાન બહેન રહે છે. ચોરે બહેનને કહ્યું મહેમાનના પગ ધો. તે પણ કુઆના કાંઠે રહેલા સુંદર આસન ઉપર મૂળદેવને બેસાડી પગ ધોવા લાગી. ત્યારે અત્યંત કોમલ ચરણ સ્પર્શ અનુભવતી આ કોઈક શ્રેષ્ઠ પુરુષ હોવો જોઈએ. એ પ્રમાણે વિચારીને તેનાં સર્વાંગ જોયા. તેથી તેનાં ઉપર ઘણો રાગ થવાથી ઈશારો કરી ધીરે ધીરે કહ્યું કે બીજા જે માણસો અહીં આવે છે તેમને પગ ધોવાના બહારે કુઆમાં હું નાંખી દઉં છુ. પણ તમને નહિં નાખુ. તેથી મારા ઉપરોધથી જલ્દી અહીંથી ખસી જાઓ. નહિ તો આપણા બંનેનું બગડશે. તેથી અવસર જાણી રાજા જલ્દી નીકળી ગયો. બહેને પણ પોતાની ભૂલના ભયથી રોવા લાગી. અરેરે આ માણસ તો નાઠો ! નાઠો ! ત્યારે ધન છુપાવવાનું પડતુ મુકી તલવાર લઈ મંડિકે પીછો કર્યો. રાજા પણ ચોરને નજીક આવતો જાણી નગરના ચાર રસ્તે રહેલાં મોટા થાંભલાને બરોબર પુરુષની જેમ વચ્ચે કરી પોતે નાસી ગયો. -મંડિક પણ ક્રોધથી ઘેરાયેલાં નયણવાળો હોવાથી તે પુરુષ છે એમ જાણી તીક્ષ્ણ તલવારથી થાંભલાના બે ટુકડા કરી ઘેર ભાગી ગયો. ચોર જડી ગયો એથી રાજાને પણ હૃદયમાં શાંતિ થઈ. અને રાજમહેલમાં ગયો.
સવારે રાજવાટિકાના બહાને તેને જોવા નીકળ્યો. ઘણાં પટ્ટાઓથી વીંટલાયેલી જંઘાવાળો, થોરની લાકડીવાળો, ધીરે ચાલતો, અર્ધ ખુલ્લેલા મુખવાળો, દરજીની દુકાને સીવવાનું કામ કરતો, મંડિકને રાજાએ દેખ્યો. રાત્રે દીવાનાં અવાલામાં જોયેલો હોવાથી ઓળખી લીધો. ઘેર આવી ફલાણા દરજીને બોલાવા માટે કોટવાલને મોકલ્યો.
તેને કહ્યું ચલો રાજા બોલાવે છે. ત્યારે અરે ! રાજા કેમ બોલાવે છે. ખરેખર તે પુરુષ મર્યો નહિં હોય. એવી શંકાવાળો રાજા પાસે ગયો. રાજાએ મૂલ્યવાન આસન આપ્યુ. મોટી ભક્તિથી સન્માન કરી કહ્યું કે તમારી બેન અમને આપો. તેણે વિચાર્યુ આ તેજ રાજા હોવો જોઈએ. એથી કાર્ય પરમાર્થ ને જાણી બહેન આપી અને પરણાવી. તેને પણ મહંત તરીકે રાખ્યો. ત્યાર પછી રાજા તે રાણીના મોઢેથી સર્વ આભરણ વજ્ર કઢાવી લીધું; રાજા હવે કાંઈ બાકી નથી ? તેણીએ કહ્યું હે દેવ ! આટલુજ છે. ત્યારે અનેક રીતે હેરાન કરી તે ચોર ને દેહાંત દંડ આપ્યો. એ પ્રમાણે સાધુએ પણ ગુણલાભ થાય ત્યાં