Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૨૧૧
સુધી દેહનું પાલન કરવું. તેના અભાવે સંલેખના અનશન વિ.થી નિગ્રહ કરવો જોઈએ. આ પ્રસંગથી કહ્યું.
મૂળદેવ પણ ઉદાર રાજ્ય લક્ષ્મી અનુભવી છેલ્લે ગૃહસ્થ ધર્મ પાળી દેવલોકમાં ગયો. આ પ્રમાણે આલોક સંબંધી સાધુ દાન ફળનું દૃષ્ટાન્ત પૂર્ણ થયું. ૨૪૫
“મૂળદેવ કથાનક સમાપ્ત’
આદિશબ્દથી દેવધર, દેવદિત્ર, અભિનવ શ્રેષ્ઠી વિ. દાખલાઓ જાણવા. તેમાં દેવધરની કથા આ પ્રમાણે છે.
દેવઘર કથાનક”
"
આ જંબુ દ્વીપના ભરતક્ષેત્રમાં કલિંગદેશમાં રમ્યતા વિ. ગુણોથી દેવનગરીને ઝાંખી પાડે એવી કાંચનપુરી નામે નગરી છે. ત્યાં ભારે પરાક્રમથી અભિમાની, શત્રુસમૂહનો નાશ કરનાર, સર્વ ભૂમિ ઉપર પ્રેમ રાખનારો રૂપાદિ ગુણોથી ઈંદ્રને ઝાંખો પાડનાર, ભામંડલ નામે રાજા છે. પોતાની છાયાની જેમ હંમેશને માટે અનુસરનારી કીર્તિમતી નામે રાણી છે. આ બાજુ તે નગરમાં ત્યાં મહાજનમાં મુખ્ય સુંદર નામે શેઠ છે. તેને સુંદરી નામે સ્રી છે. તેણીને ઉત્પન્ન થયેલા સંતાનો મરી જ જાય છે. અનેક ઉપાયો કરવા છતા એક પણ જીવતો નથી. એક વખત માનસિક દુઃખથી પીડાયેલી તે વિચારવા લાગી.
મારા જન્મને ધિક્કાર હો, દુઃખ પ્રચુર મારા નિષ્ફળ પ્રસવને પણ ધિક્કાર હો. જે કારણે અપુણ્યશાળી માટે એક પણ સંતાન જીવતો રહેતો નથી. ખરેખર બીજા જન્મમાં મેં કોઈક રત્નો વિ.હરણ કર્યા હશે. તેથી મારા સંતાનો વિના નિમિત્તે મરી જાય છે. અતિહર્ષના વશે જે કાંઈ અકાર્ય કર્યા હોય તેઓને આવો દુસ્સહ વિપાક જલ્દી ઉદયમાં આવે છે.
એ પ્રમાણે ચિંતાતુર થઈ તેવેળાએ તેણીની પ્રિયસખી દેશાવર ગયેલા સૂરપાલ રાજપુત્રની સ્ત્રી પ્રિયમતી ત્યાં આવી. હે સખી ! તું ઉદાસ કેમ દેખાય છે ? સુંદરીએ કહ્યું પિતા, માતા, ભાઈ બહન, પત્ની પુત્ર વિ. માટે કાંઈક રહસ્ય રખાય છે. પણ બેનપણીથી કાંઈ પણ છુપું રાખવાનું હોતું નથી. હે બેન ! સંતાનનું મરણ મારા મોટા ખેદનું કારણ છે. પ્રિયમતીએ કહ્યું હે સખી ! જન્માંતરમાં જે કર્મ જે રીતે ઉપાર્જન કર્યુ હોય તે પ્રમાણે ભોગવવું જ પડે એમાં કોઈ સંદેહ નથી. તું સંતાપ ના કરીશ. મારો પતિ