Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૨૦૩| ભરાઈ ગયો. હથિયાર ધારી પુરુષો આવ્યા અને માતાના ઈશારાથી અચલે મૂળદેવને વાળથી પકડ્યો. અને કહ્યું તારે કોઈ શરણ હોય તો બતાવ. તીણ તલવારધારી પુરુષોથી પોતાને ઘેરેલો જોઈ મૂળદેવે વિચાર્યું કે અત્યારે હથિયાર વિનાનો હોવાથી પુરુષાર્થ દ્વારા બચી શકાશે નહિ. અને એઓની વૈર શુદ્ધિ કરી લેવી જોઈએ. એમ વિચારીને કહ્યું તમને જે ગમે તે કરો.
અચલે પણ આવા ઉત્તમ પુરૂષોનો નાશ કરવાથી શું મળવાનું ? ઉત્તમપુરુષોને પણ વિષમદશાના કારણે દુઃખો પડવા દુર્લભ નથી.
કહ્યું છે કે- સકલ જગતના મસ્તકે રહેલા દેવ અસુર વિધાધરથી ગવાયેલા પ્રતાપવાળો સૂર્ય પણ ભાગ્યવશે રાહુ ગ્રહ કલ્લોલનો કોળીયો બને છે. (સૂર્યગ્રહણ થાય છે.)
સાગર, સરિતા, સરોવર ભરાય છે ને ખાલી થાય છે. ધની સૂર્ય દિવસો અને દેવોની પણ એક સરખી દશા હોતી નથી. અહીં હંમેશ માટે કોણ સુખી ? લક્ષ્મી કોની થઈ છે ? સ્નેહ સંબંધો કોના સ્થિર રહ્યા છે ? કોની ભૂલ નથી થતી ? તુંજ બોલ ભાગ્યે કોને હૈરાન-પરેશાન નથી કરતું ? અર્થાતું કરે છે. એમ વિચારી તેણે મૂળદેવને કહ્યું તું આવી અવસ્થામાં આવ્યો છતા અત્યારે તને છોડી મુક છું. તેથી મારી આવી અવસ્થા આવે ત્યારે છોડી દેજે.
ત્યારે દુભાયેલા મને વિચારવા લાગ્યો. હસતેરી જો ! આને મને કેવો છેતર્યો. અને વિચારતો વિચારતો નગર બહાર ગયો. સરોવરે ન્હાયો. પેટ પૂજા કરી; તેથી પરદેશ જાઉં અને આનું ખોટું કરવાનો ઉપાય કરું.
એમ વિચારી બેન્નાત ભણી ચાલ્યો. ગામ, નગર વિ. માંથી જતા જતા બાર યોજન લાંબુ વન આવ્યું. જો કોઈ માત્ર વાત કરવાવાળો મળી જાય તો અનાયાસે વન પારપામી જવાય. એમ વિચાર કરતો બેઠો છે. ત્યારે ભાથાની પોટલી સાથે એક બ્રાહ્મણ ત્યાં આવ્યો. તેણે પૂછયું ! ભટ્ટજી તમે કેટલા દૂર જવાના છો. બ્રાહ્મણે કહ્યું વનને પેલે પાર વીરનિધાન નામે સ્થાન છે. ત્યાં જવાનું છે. ઓ ભાઈ ! આપણે બંને સાથે જઈએ. ત્યાર પછી બંને નીકળ્યા. મધ્યાહન સમયે જતાં એવા તેઓએ તળાવ જોયું; હાથ-પગ ધોઈ તળાવની પાળી ઉપર રહેલા ઝાડની છાયામાં બેઠા. બ્રાહ્મણે પણ ભાથાની પોટલી છોડી વાટકામાં ચાણા કાઢ્યા. પાણીથી ભીના કરી ખાવા લાગ્યો. મૂળદેવ વિચારવા લાગ્યો. બ્રાહ્મણ તો આવા ભૂખડી બારશ (ભૂખ્યા ડાંસ) જેવા હોય તેથી પોતે ખાધા પછી મને આપશે. ભટ્ટ તો ખાઈને પોટલી