Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
૨૦૨
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ માતાએ એવું કહેવાથી અચલ તો ઉપકાર માનતો શેલડીના ગાડા મોકલ્યા. હરખાઈને માતા કહેવા લાગી. હે બેટી ! જો અચલની કેટલી દાનશક્તિ છે. ત્યારે દેવદત્તાએ વિષાદ સાથે કહ્યું શું હું હાથીણી છું ? કે જેથી મૂળિયા અને ડાળવાળી ગાંઠોવાળી શેલડીના ઢગલા કર્યા છે.
તેથી હવે મૂળદેવને કહો ત્યારે મૂળદેવે પણ પશ્મભૂત અગ્રભાગ સાથેનો વિંધ્યાચલની શેલડીના સાંઠાને છોળી બે આંગલ જેટલા કટકા કર્યા. તેઓને દાળ ચીની, તમાલપત્ર, ઈલાયચી અને નાગરકેસરથી સંસ્કાર્યા અને કપૂરથી વાસિત કર્યા. અને શૂલાથી થોડા છેવા. અને નવાજ શકોરામાં ભરીને મોકલ્યા. તે દેખી હર્ષથી માતાને કહ્યું હે મા ! પુરુષોનું અંતર જો. તેથી હું આ ગુણોમાં આસક્ત છું. માતાએ વિચાર્યું. આ એમાં ઘણીજ રાગી હોવાથી જાતે આને છોડશે નહિં. તેથી આવો કોઈ ઉપાય કરું કે કામુક (મૂળદેવ) પરદેશ જતો રહે. તો બધુ જ ટાળે પડી જાય. એવો વિચાર કરી માતાએ અચલને કહ્યું કે તું દેવદતાને કહે કે હું બીજા ગામ જાઉં છું અને પછી મૂળદેવ તેના ઘેર જતો રહે ત્યારે મનુષ્યની ઉંચી સામગ્રી લઈ તું આવજે. અને તે મૂળદેવનું અપમાન કરજે. અને અપમાન થવાથી તે દેશ છોડી દેશે. તેથી હું તૈયાર થઈ ગુમ રહેજે હું તને સમાચાર આપી દઈશ. તેણે પણ હા પાડી.
બીજા દિવસે હું આજે બહારગામ જવાનો છું એમ કહી ઘણું ધન આપી અચલ નીકળી ગયો. દેવદત્તાએ પણ મૂળદેવને બોલાવ્યો. અને માતાએ અચલને જણાવ્યું અને વિપુલ સામગ્રી સાથે આવ્યો. દેવદત્તાએ તેને આવતો દેખતા મૂળદેવને કહ્યું હે નાથ ! અત્યારે એવો સમય છે કે માતાએ અચલે મોકલેલું ધન ગ્રહણ કર્યું છે. તેથી તમો મુહૂર્ત માત્ર પલંગ નીચે રહો. હું એટલામાં એને ચલતી પકડાવું (જતો કરું) તેણે તેમ કર્યું માતાએ પણ અચલને જણાવી દીધું. તે અચલ પલંગ ઉપર બેઠો. અને દેવદત્તાને કહ્યું સ્નાન સામગ્રી તયાર કર. હાં કહી સામગ્રી તૈયાર કરાવી અને દેવદત્તાએ કહ્યું પોતડી પહેરો જેથી માલીશ કરીએ ત્યારે અચલે કહ્યું મેં આજે સ્વપ્ન દેખ્યું છે કે પોતાની સ્ત્રીએ મારા શરીરનું મર્દન કર્યું અને આજ પલંગ ઉપર રહ્યો છતો મેં સ્નાન કર્યું તેથી આ સ્વપ્ન ને સાચુ પાડુ. દેવદત્તાએ કહ્યું આમ કરવાથી મહામૂલ્યવાળી આ પથારી (ઓશીકુ) તકીયો વિ. ખરાબ થઈ જશે. તેણે કહ્યું આના કરતા બમણા સારા હું આપીશ. અકાએ પાણ સાખ પૂરાવી, હાહા આમ થવા દો. તેથી ત્યાં રહ્યા જ અંગમર્દન અને વિલેપન કર્યું. અને ગરમ પાણીથી સ્નાન કર્યું. તેનાથી નીચે રહેલો મૂળદેવ ઉના અને તલના ચૂાર્ગવાળા પાણીથી