Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ સોનામહોર મુકું આવી મારી ઋદ્ધિ છે.” તેથી મારા નામે ઝાલર (ઢોળ) વગાડો. (૧૬૧)
ત્યારે બીજો કહેવા લાગ્યો એક આઢક = (૪ શેર) તલ વાવવાથી તે સારી રીતે પાકીને (ઘણાં સેંકડો પ્રમાણ) તેનાં જેટલાં તલ ઉતરે તેટલા લાખ ટાંક = (સિક્કાઓ) મારી પાસે છે તેથી મારા નામે ઢોળ વગાડો. (૧૬૨)
અન્ય બોલ્યો- નૂતન વર્ષાકાળમાં પૂર્ણ ભરેલી શીઘ્રગતિવાળી, ગિરિનદીને એક દિવસે તૈયાર થતાં માખણથી પાળ બાંધી હું રોકી શકું છું. આટલી બધી મારી પાસે ગાયો છે. માટે મારા નામે મંજીરા વગાડો (૧૬૨)
બીજો બોલ્યો - જાતિવંત ઘોડાના તે દિવસે જન્મેલાં કિશોર (વછેરા) નાં વાળથી આકાશતળ ઢાંકી દઉં, એટલા બધા મારી પાસે ઘોડા છે. તેથી મારા નામે ઢોળ વગાડો. (૧૬૪)
બીજો બોલ્યો - મારી પાસે બે જાતની શાલિ છે; પ્રસૂતિકા અને ગર્દભકા નામનાં બે રત્નો રૂપે પ્રસિદ્ધ છે. એને જેમજેમ છેદવામાં આવે તેમ તેમ પુનઃ ઉગે છે. માટે મારા નામે ઢોળ વગાડ. (૧૬૫).
બીજો બોલ્યો - મારી પાસે પુષ્કળ ધન રોકડું છે. તેથી હું સદા ચંદનની સુગંધથી વાસિત રહું છું. મારે કોઈ દિવસ પરદેશ જવું પડતું નથી. હું કોઈ પણ વખત = ક્યારેય દેવું કરતો નથી, અને મારી પત્ની સદા મારે આધીન છે, તેથી મારા નામે ઢોળ વગાડ. (૧૬૬)
એ પ્રમાણે તેમની સમૃદ્ધિ જાણી દ્રવ્યના સ્વામી પાસે યથેચ્છિત દ્રવ્યને, ગોધન સ્વામી પાસે એક દિવસનું માખણ, અશ્વપતિ પાસે એક દિવસે જન્મેલાં ઘોડા, ધાન્યના સ્વામી પાસે શ્રેષ્ઠ ચોખા માંગ્યા. એ પ્રમાણે ભાંડાગાર અને કોષ્ટાચાર ને ભર્યા; સ્વસ્થચિત્તે રાજ્યને પાળવા લાગ્યો.
એક વખત મહાભંયકર બાર વરસનો દુષ્કાળ પડ્યો ભુખ થી સુકાયેલા મૃતકલેવરો થી ધરતી છવાઈ જીવતાં માણસોને ચાલવાનું મુશ્કેલ થઈ ગયું. માણસો જ માણસોને ખાય છે. એવું જાણી ભયથી કંપતા લોકોએ ગામથી પરગામ જવાનું બંધ કરી દીધું. પરિવારવાળી સ્ત્રી ભોજન માંગતા પોતાના છોકરાને છોડી જીવવાની ઝંખનાથી અન્ય દેશમાં જાય છે. કોઈ વળી સ્વજીવનમાં લુબ્ધ બનીને કુલ શીલને મુકી અતિરૌદ્ર પરિણામવાળી પોતાનાં સંતાનને જ મારીને ખાવા લાગી. કોઈક સાત્વિક સ્ત્રી પોતાનાં મરેલાં બાલકનાં મોઢામાં અતિ સ્નેહ અને મોહવશ થી આહાર નાંખે છે. કોઈ સ્ત્રી રડતા બાળકને ભોજન