Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ કેવલી ભગવંત જ સમર્થ છે. જેણે મોટુ પાપ કર્યું હોય, સંઘનું માને નહિં તેની સાથે અમારે વાત પણ ન કરાય. છતાં પણ ધણાં પાપના ભારથી આક્રાન્ત દુઃખાગ્નિની ભયંકર જવાલાથી બળતાં તને દેખી કરુણાંથી હું કહું છું કે તું નિંદા અને ગહપૂર્વક આલોચના કરી પ્રાયશ્ચિત કરી જેથી દુષ્કરતપ ચારિત્રમાં રક્ત બની હજી પણ દુઃખ સમુદ્રથી તરી જઈશ. એમ કરૂણાથી કહેવા છતાં અતિ સંક્લિષ્ટ કર્મનાં લીધે ચિત્તમાં વધારે દુભાયો.
તે દેખી સૂરિએ કહ્યું એક વાર છોડી દઉં છું અને આ દેશથી નીકળી જા. સૂરિનું વચન સાંભળી તે રાજાઓએ દેશથી તેને કાઢી મૂક્યો અને દુઃખીને દીન બનેલો ભમવા લાગ્યો. મરીને તે કર્મનાં કારણે અનંતકાલ ભમશે. ત્યાર પછી સૂરિનાં સેવાકારી શાહીને મહારાજા પદે સ્થાપી શેષ શાહીઓ સામંત તરીકે રાજ્ય સુખ ભોગવવા લાગ્યા. શકકુલથી આવેલાં હોવાથી શક કહેવાયા. એ પ્રમાણે શક રાજાનો વંશ ઉત્પન્ન થયો.
સૂરીશ્વરજી કમલમાં ભ્રમર ની જેમ લીલા કરતા તથા જિનશાસનની ઉન્નતિ કરવામાં તત્પર બની કાલ પસાર કરવા લાગ્યા. કાલ જતાં શક કુલ નો નાશ કરી વિક્રમાદિત્ય નામે માલવરાજા થયો. (જે ગઈ ભિલ્લમો જ પુત્ર હતો.) વિસ્મયકારી આચરણથી ચારે તરફ કીર્તિ ધ્વજ ફેલાયો. જેણે પરાક્રમથી ઘણાં રાજાઓને આક્રાન્ત કરી દીધાં. પોતાનાં સત્વથી યક્ષને આરાધી ત્રણ વરદાન પ્રાપ્ત કર્યા. જેના દ્વારા શત્રુ મિત્રનો ભેદભાવ કર્યા વગર દાન ગંગાનો ધોધ વહેતો કયોં.
પુષ્કલદાન પ્રવાહથી પૃથ્વીનાં સઘળાં માણસોને ઋણ વગરનાં કરી પોતાનો સંવત પ્રવર્તાવ્યો. તેનો વંશ ઉખેડી ઉજજૈની નગરીનો શક રાજા થયો. જેની સામતરાજાઓ સેવા કરવા લાગ્યા. વિક્રમ સવંતથી ૧૩૫ વર્ષ થયે છતે તેનો સંવત ફેરવી પોતાનો શક સંવત સ્થાપ્યો. શક કાલ જણાવા માટે પ્રાસંગિક વાત કરી હવે પ્રાકૃત કથા સંબંધ કહીએ છીએ. સૂરિએ ફરીથી બેનને સંયમમાં સ્થાપી આલોચના કરી સ્વયં અને ગણપુરાને વહન કરવા લાગ્યા.
આ બાજુ ભરુચ નામનું નગર છે જેમાં સૂરીનાં ભાણેજો બલમિત્ર અને ભાનુમિત્ર રાજા તથા યુવરાજ છે. તેઓની બેન ભાનુશ્રી તેમનો પુત્ર ભાનુકુમાર છે. પરદેશથી સૂરિને આવેલા જાણી મહિસાગર નામનો પોતાનાં ૧, ૨ પર્યાયવાચી નામથી વિક્રમાદિત્ય રાજાની પ્રસિદ્ધિ કેટલાક ઈતિહાસકાર માને છે.
(કાલકાચાર્ય કથા સંગ્રહ) (બળ-વિક્રમભાનુ -આદિત્ય = વિક્રમાદિત્ય)