Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
૧૭૦
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ પ્રતિનિધિને ઉજ્જૈની મોકલ્યો. ત્યાં જઈ તેને શકરાજા પાસે આગ્રહકરી સ્વદેશમાં સૂરિને લઈ જવાની હા પડાવી સૂરિ પાસે જઈ વંદન કરીને વિનંતિ કરી કે હે ભગવંત ! બલમિત્ર અને ભાનુમિત્ર હાથ, ઢીંચણ અને લલાટને ભૂમિએ લગાડી ભક્તિ થી આપને પ્રણામ કરે છે. અને થે જોડી અંજલિ કરી વિનવે છે કે તમારા વિરહ રૂપી સૂર્યનાં પ્રચંડ કિરણોથી અમે સંતાપ પામેલા છીએ. તેથી આપનાં દર્શન રૂપી વાદળાથી ઉદ્ભવેલ દેશના જલથી તે તાપને દૂર કરો. ઘણું શું કહીએ હે કરુણા નાં સાગર ! અમારા ઉપર કરૂણા કરી પાપને હરનારા તમારા ચરણ કમલનાં વંદનનો લાભ આપો.
ત્યારે કાલકસૂરિ શકરાજાને સ્વરૂપ જણાવી ભરૂચ ગયા. મોટા આડંબર થી પ્રવેશ કરાવી ભાવથી બલમિત્ર ઈત્યાદિએ વંદન કર્યું. અને સૂરિપુરંદરે ભવ નિર્વેદ જગાડનારી દેશના આપી.
તુચ્છ ધાન્યનાં ઢગલા/ફોતરાં જેવો સંસાર અસાર છે. વિજળી જેવી લક્ષ્મી ચંચલ છે. તારુણ્ય ઊંધા રસ્તે જનારનું વોળાવું કરનાર છે. ભોગ ઉપભોગ દારુણ દુઃખ દેનારાં રોગસમા છે. ધન માનસિક અને શારીરિક ખેદનું કારણ છે. ઈષ્ટજનનો સંયોગ મહાશોક કરાવનાર છે. અને આયુનાં દળિયાં ક્ષણે ક્ષણે ક્ષય પામે છે. આવી પરિસ્થિતિ હોવાથી કે ભવ્યજીવો ! કુલાદિયુક્ત મનુષ્યભવ પ્રાપ્ત કરી પ્રમાદ કરવો ન જોઈએ. સર્વ સંગનો ત્યાગ કરવો. દેવાધિદેવને વાંદવા, સુગુરૂ ને સેવવાં, સુપાત્રમાં દાન આપવું, નિદાન ન કરવું, પંચ નમસ્કાર ગણવા, જિનાલયમાં પૂજા સત્કાર કરવો. બાર ભાવનાઓ ભાવવી, પ્રવચન નિંદા દૂર કરવી, સુગુરુ પાસે દુષ્કાર્યની આલોચના કરવી, બધા પ્રાણિઓ સાથે ક્ષમા કરવી, પ્રાયશ્ચિતનો સ્વીકાર કરવો, મનથી ખરાબ ચિંતવવું નહિં યથાશક્તિ તપ ચારિત્ર (પૌષધવિ.) કરતા રહેવું, દુર્થાત ઈન્દ્રિયોનું દમન કરવું, શુભ ધ્યાન ધરવું, એમ કરવાથી સંસાર ધારા ટૂટશે. અને થોડા જ કાલમાં મોક્ષ મળશે.
આ સાંભળી બલભાનુને દીક્ષાનાં ભાવ જાગ્યા. તેથી મસ્તકે હાથ જોડી વિનવવા લાગ્યો. હે નાથ ! દુઃખી એવાં મને સંસાર કારાવાસથી બહાર કાઢો. ઉત્તમ પુરૂષ દ્વારા લેવાયેલી દીક્ષા માટે યોગ્ય હોઉં તો સંસારથી ડરેલા મને દીક્ષા આપો. આપ મોડું ના કરો. કુમારનો નિશ્ચય જાણી સ્વજનોને પૂછી તે જ ઘડીએ દીક્ષા આપી. રાજા વિ. પર્ષદા આચાર્ય મ.સા.ને નમીને ઘરે ગયા. સાધુઓ પોતાનાં અનુષ્ઠાનમાં રત રહેતાં. અને રાજાને દરરોજ ભક્તિભાવથી સૂરીશ્વરને નમસ્કાર કરતા જોઈ નગર વાસીઓ જિનધર્મથી ભાવિત બન્યા.