Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
૧૮૨
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ કરવો જોઈએ. આચાર કેવો છે ? એ પણ ભૂલી ગયા તેઓએ કહ્યું આચાર એવો છે કે પોતે પૂર્વભવમાં કરેલાં સુકૃત અને દુષ્કૃતનું નિવેદન કરે અને પછી દેવ ઋદ્ધિ ભોગવે. અહો ! તમારી વાત સાચી છે. સ્વામી મેળવવાથી આનંદમાં ઉત્સુક બની ગયા. જેથી અમે ભૂલી ગયા. તેથી તે આર્ય! મહેરબાની કરી દેવલોકનો આચાર કરાવો. જેથી અમે અમારું કાર્ય આચરીયે.
તેણે (દંડધારીએ) રોહિૌયને કહ્યું હે દેવ ! કૃપા કરી પૂર્વે કરેલું કહો? અને પછી આ દેવઋદ્ધિ ભોગવો ત્યારે રોહિશૈય વિચારવા લાગ્યો. શું આ સાચું છે ? કે મને ઓળખવા સારુ આ પ્રપંચ અભયકુમારે ઉભુ કર્યું છે ? જો સાચી હકીકત હોય તો કહેવામાં વાંધો નહિં. પણ જો પ્રપંચ હોય તો ભારે મુસીબત આવી જાય છે. પણ આ જાણવું કેવી રીતે ? એમ વિચારતા કાંટો કાઢતી વખતે પ્રભુએ ભાખેલું દેવસ્વરૂપ સાંભળ્યું હતું. તે યાદ આવ્યું. દેવસ્વરૂપનું વર્ણન એમની જોડે મળે તો એઓ પૂછે તે સર્વ સાચું કહીશ. નહિં તો અંટસંટ ઉત્તર આપી દઈશ. અને તેમની સામે જોયું તો તેઓ પલકારા મારતા (ઉન્મેષ નિમેષ કરતા); કરમાયેલી માલાવાલા; મેળવાનું શરીર હોવાથી હાથમાં પંખો રાખેલો છે. અને ભૂમિને અડીને રહેલા છે. એવું દેખવાથી તે સમજી ગયો આ બધી અભયકુમારની ચાલ છે. તેથી અંટસેટ ઉત્તર આપું. એમ વિચારે છે ત્યારે તેઓએ ફરી પૂછ્યું હે દેવ ! મોડુ કેમ કરો છો. આ બધા દેવ, દેવી ઉત્સુક થઈને ઉભા છે.
ત્યારે રોહિૌયે કહ્યું - જુઓ મેં પૂર્વભવમાં સુપાત્ર દાન વિ. આપેલું, જિનભવન વિ. કરાવેલા, તેમાં જિનબિમ્બો ની પ્રતિષ્ઠા કરાવેલ. વિવિધ પૂજા યાત્રા કરી સન સ્વજન બંધુ વિ. નું સન્માન કર્યું. ગુરુની સેવા કરી ધમદશના સાંભળી, પુસ્તકો લખાવ્યા. શીયલ પાળ્યું, બધાને આત્મસમાં ગણ્યા હતા, ખોટું બોલ્યો નથી, ચોરી કરી નથી, પરસ્ત્રીઓને માતા સમાન ગણી ધનાદિમાં સંતોષ રાખ્યો. ભાવનાઓ ભાવી આવા પ્રકારનાં સદુઅનુષ્ઠાનો મેં કર્યા હતા. દરવાને કહ્યું આ તો સુંદર કહ્યું; હવે ખરાબ આચર્યું હોય તે કહો. તે બોલ્યો મેં કોઈ ખરાબ આચર્યું નથી. પ્રતિહારે કહ્યું એક સ્વભાવથી જન્મ પૂરો ન થાય. કાંઈક તો અશુભ આચર્યું હશે. તેથી જે કાંઈ ચોરી, પરસ્ત્રીગમન કર્યું હોય તે વિના સંકોચે કહી દો. તેણે કહ્યું શું અશુભ આચરણથી દેવલોક મલે ? તેઓએ સર્વ હકીકત અભય ને જણાવી, તેણે શ્રેણીક રાજાને કહ્યું હે રાજન ! ખાત્રી વગરનો ચોર સાહુકાર સમાન છે. જો આ ઉપાયથી પણ તે ન જણાય તો તે ચોર કેવી